ભાજપને વોટ આપવા બદલ દિયરે માર માર્યો, CM શિવરાજ સિંહ આવ્યા મદદે
- મામલો અહેમદપુર પોલીસ સ્ટેશનના બરખેડા હસન ગામનો છે.
- મહિલાનો આરોપ છે કે ભાજપને વોટ આપ્યા બાદ તેમના દિયરે ખૂબ માર માર્યો હતો.
- સીએમને આ અંગેની માહિતી મળી તો તેમણે મહિલાને સીએમ આવાસ પર બોલાવ્યા
- તેમની સ્થિતિ વિશે પૂછપરછ કરી અને તેમને સુરક્ષા અને સન્માનની ખાતરી આપી.
મધ્યપ્રદેશ, 09 ડિસેમ્બર: મધ્યપ્રદેશમાં શાનદાર જીત નોંધાવનાર ભાજપ હવે મુખ્યમંત્રીના ચહેરા અંગે મંથન કરવામાં વ્યસ્ત છે. આ રેસમાં અનેક નામોની ચર્ચા થઈ રહી છે. શિવરાજ સિંહ પણ આ પદના મુખ્ય દાવેદારોમાં સામેલ છે. શિવરાજ સિંહ ચૌહાણ લોકોની વચ્ચે જઈને તેમને મોટી જીત માટે અભિનંદન આપી રહ્યા છે. આ દરમિયાન તે એક મુસ્લિમ મહિલાને મળ્યા જેમણે ભાજપને મત આપ્યો હતો. આ મહિલાને ભાજપને વોટ આપવા બદલ તેમના પરિવાર દ્વારા હેરાન કરવામાં આવી રહ્યા છે.
मजबूत लोकतंत्र के लिए भाजपा को अपना मत देने पर मेरी एक बहन को उसके परिवार द्वारा प्रताड़ित करने का मामला मेरे संज्ञान में आया है। मैंने इस संबंध में अधिकारियों को निर्देशित कर उचित कार्रवाई करने को कहा है। इसके साथ ही पीड़ित बहन को पूरी सुरक्षा व आर्थिक मदद भी दी जाएगी।
मेरी… pic.twitter.com/O2VO7EtNry
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) December 9, 2023
સમીના નામની મહિલા પોતાના બાળકો સાથે સીએમ હાઉસ પહોંચ્યા હતા. તેમને અહીં સીએમ શિવરાજ સિંહે બોલાવ્યા હતા. કારણ એ છે કે સીએમને માહિતી મળી હતી કે સિહોર જિલ્લાના બરખેડા હસન ગામની એક મુસ્લિમ મહિલા સાથે ભાજપને વોટ આપવા બદલ મારપીટ કરવામાં આવી હતી. આ પછી સીએમ શિવરાજે સમીનાને સીએમ આવાસ પર બોલાવ્યા અને તેમની સ્થિતિ વિશે ચર્ચા કરી હતી અને તેમને સુરક્ષા અને સન્માનની ખાતરી આપી હતી.
મુલાકાત બાદ સીએમ શિવરાજે કહ્યું કે, મજબૂત લોકશાહી માટે ભાજપને વોટ આપવા બદલ મારી એક બહેનને તેના પરિવાર દ્વારા હેરાન કરવાનો મામલો મારા ધ્યાનમાં આવ્યો છે. મેં અધિકારીઓને આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો છે. આ સાથે પીડિત બહેનને સંપૂર્ણ સુરક્ષા અને આર્થિક સહાય પણ આપવામાં આવશે. મેં તેને કહ્યું કે, મારી બહેન તમે કંઈપણ ચિંતા કરશો નહીં, તમારો ભાઈ હંમેશા તમારી સાથે છે.
મામલો અહેમદપુર પોલીસ સ્ટેશનના બરખેડા હસન ગામનો છે. અહીં રહેતા મહિલાનો આરોપ છે કે, ભાજપને વોટ આપ્યા બાદ તેમના દિયરે તેમને ખૂબ માર માર્યો હતો. હુમલાની ઘટના 4 ડિસેમ્બરે બની હોવાનું કહેવાય છે. પીડિત મહિલાએ જણાવ્યું કે, 4 ડિસેમ્બરે સાંજે લગભગ 5 વાગ્યાની આસપાસ હું અને મારા બાળકો કમલ કે ફૂલ (ભાજપ)ની જીતની ઉજવણી કરી રહ્યા હતા.
પીડિતાએ વધુમાં કહ્યું કે, આ દરમિયાન મારા દિયર જાવેદ ખાને ભાજપને વોટ આપવા માટે મારી સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કર્યું. જ્યારે મેં આનો વિરોધ કર્યો તો તેણે મને માર માર્યો. સાથે જ પીડિતાએ એવો પણ આરોપ લગાવ્યો છે કે, આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પરંતુ પોલીસે આરોપી દિયરની ધરપકડ કરી નથી. પોલીસની કાર્યવાહીથી નારાજ થઈને તેમણે આ મામલે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપ્યું છે.
આ પણ વાંચો, સ્ટ્રેસ લાવશે અનેક બીમારીઓઃ કેવી રીતે કરશો સ્ટ્રેસ મેનેજમેન્ટ?