ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

પત્રકાર બનીને શિન્ઝો આબેના અભિયાનમાં પહોંચ્યો હુમલાખોર, હાથથી બનાવેલ બંદૂકથી કરી હત્યા

Text To Speech

જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે આબે જાપાનના શહેર નારામાં એક રેલીને સંબોધિત કરી રહ્યા હતા. ઘટનાને અંજામ આપનાર શકમંદની પોલીસે સ્થળ પરથી ધરપકડ કરી છે. હુમલાખોરે પૂર્વ પીએમને પાછળથી ગોળી મારી હતી. પોલીસને તેની પાસેથી એક બંદૂક પણ મળી આવી છે. શિન્ઝો આબેના નિધન બાદ જાપાનમાં 9 જુલાઈ (શનિવાર)ના રોજ એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે.

Shinzo Abe

 

શિન્ઝો આબેને ગોળી મારનાર શકમંદનું નામ તેત્સુયા યામાગામી છે. તેની ઉંમર 42 વર્ષની છે. તે નારા શહેરનો રહેવાસી છે. નારા શહેર ક્યોટો નજીક આવેલું છે. એવું કહેવાય છે કે તે જાપાની નેવીના ભૂતપૂર્વ સૈનિક રહી ચૂક્યા છે. તે 2005માં નિવૃત્ત થયો હતા. પોલીસ હજુ તેની પૂછપરછ કરી રહી છે.

Shinzo Abe

 

હુમલાખોર આબેથી નાખુશ હતો
આરોપીએ પૂછપરછ દરમિયાન હત્યાનો પ્રયાસ કર્યાની કબૂલાત કરી છે. તેણે કહ્યું છે કે, તે આબેથી “અસંતુષ્ટ” હતો. શિન્ઝો આબેને ગોળી મારનાર વ્યક્તિ પત્રકાર તરીકે કાર્યક્રમમાં પહોંચ્યો હતો. તે પોતાની સાથે હેન્ડગન લઈને આવ્યો હતો. હુમલાખોર બંદૂક કેમેરાની અંદર છુપાઈને લાવ્યો હતો. ઘટના સમયે યોમિયુરી શિમ્બુન સ્થળ પર હતા. તેમણે મીડિયાને જણાવ્યું કે, પૂર્વ પીએમ શિંજો આબે સવારે 11.20 વાગ્યે સ્થળ પર પહોંચ્યા હતા. તેણે લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના કોન્સ્યુલર ઉમેદવારનો પરિચય આપવાનું શરૂ કર્યું ત્યારે એક યુવકે પાછળથી ગોળીબાર કર્યો. એ વખતે જોરદાર અવાજ સંભળાયો.

gun

15 મિનિટ પછી એમ્બ્યુલન્સ આવી
પૂર્વ પીએમને ગોળી માર્યાની 15 મિનિટ બાદ એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી હતી. આ સાથે તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં સુધીમાં ઘણું લોહી વહી ગયું હતું. ગોળી માર્યા બાદ આબેને હાર્ટ એટેક પણ આવ્યો હતો. આબે પહેલેથી જ ગંભીર બિમારીઓ સામે લડી રહ્યા હતા.

Back to top button