ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

અમેરિકામાં બુલેટ ટ્રેન શરૂ કરવા પ્રમુખ બાઇડનની યોજના

Text To Speech

લાસ વેગાસ (અમેરિકા), 09 ડિસેમ્બર: અમેરિકન પ્રમુખ જો બાઇડને લાસ વેગાસથી લોસ એન્જલસ સુધી હાઈ-સ્પીડ રેલ લાઈનની જાહેરાત કરી છે. આ અંગે જાહેરાત કરતાં જો બાઇડને કહ્યું કે, અમે દાયકાઓથી આ પ્રોજેક્ટ વિશે વાત કરી રહ્યા હતા. જો બાઇડને એમ પણ કહ્યું કે, જ્યારે હુ રાષ્ટ્રપતિ માટે ચૂંટણી લડ્યો હતો ત્યારે મેં હાઈ-સ્પીડ રેલ લાવવાનું વચન આપ્યું હતું. હવે ખરેખર તેને પૂર્ણ કરી રહ્યા છીએ.  આ પ્રોજેક્ટ અંતર્ગત નેવાડા અને કેલિફોર્નિયાને જોડતી હાઇ-સ્પીડ રેલ સિસ્ટમ સહિત 10 પેસેન્જર રેલ પ્રોજેક્ટ્સ માટે $8.2 બિલિયનના ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે.

લાસ વેગાસ અને ડાઉનટાઉન લોસ એન્જલસ વચ્ચે 218 માઈલ (350 કિલોમીટર) સુધી ફેલાયેલી આ હાઇ-સ્પીડ લાઇન વર્તમાન પાંચ કલાકની કારની મુસાફરીનો સમય ઘટાડીને બે કલાક અને 40 મિનિટ કરશે. પરિવહન સચિવ પીટ બટિગીગે જણાવ્યું કે, સમગ્ર દેશમાં 10 મુખ્ય પેસેન્જર રેલ પ્રોજેક્ટ્સ માટે વહીવટીતંત્રે USD8.2 બિલિયન નવા ભંડોળની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટને 2028 સુધી પૂર્ણ કરી લેવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.

એમટ્રેકના એક્ઝિક્યુટિવ વાઇસ-પ્રેસિડેન્ટ લૌરા મેસએ જણાવ્યું કે 1971માં એમટ્રેકની રચના પછી પેસેન્જર રેલને ફાળવવામાં આવેલી આ સૌથી મોટી રકમ છે. મુખ્ય રેલ પ્રોજેક્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ પ્લાનનો એક ભાગ છે જે બાઇડને સત્તા સંભાળ્યા પછી તરત જ આગળ ધપાવી હતી, જેમાં પેસેન્જર ટ્રેનો માટે $66 બિલિયન ફાળવ્યા હતા.

આ પણ વાંચો: અમદાવાદમાં દેશનું પહેલું બુલેટ ટ્રેન સ્ટેશન તૈયાર, ભલભલા એરપોર્ટને ઝાંખું પાડી દે તેવું સૌદર્ય !

Back to top button