રાજસ્થાનમાં ગોગામેડીના હત્યારાઓને ફાંસી આપવાની માંગ સાથે પાલનપુરમાં રેલી
- કલેકટર કચેરીમાં આવેદન પત્ર આપી હત્યારાઓને ફાંસીની કરી માંગ
પાલનપુર, 08 ડિસેમ્બર: રાજસ્થાનમાં રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની બદમાશો દ્વારા જાહેરમાં હત્યાના સમગ્ર દેશમાં ઘેર પ્રત્યાઘાત પડ્યા છે. હંમેશા હિન્દુ સમાજના પડખે રહેનાર ક્ષત્રિય રાજપુત સમાજના અગ્રણીના હત્યારાઓને કડકમાં કડક ઝડપી સજા થાય, તેઓને કેસ જલ્દી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલે અને આરોપીઓને ફાંસીની સજા મળે તે માટે જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજની સાથે રામ સેવા સમિતિ, શિવસેના, મહાકાલ સેના, રાજપુત કરણી સેના, શહેર રાજપૂત સંગઠન, જાગીરદાર ક્ષત્રિય રાજપૂત એકતા મંચ ,રાષ્ટ્રીય રાજપૂત કરણીસેના, મહારાણા સેવા ગ્રુપ આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ, જીવ દયા ફાઉન્ડેશન સંગઠન જેવા વિવિધ હિન્દુ સમાજના અગ્રણીઓ કલેકટર કચેરી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકઠા થઈ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
કલેક્ટર કચેરીમાં આવેદન પત્ર આપ્યા બાદ સુખદેવસિંહ ગોગામેડીના દિવ્ય આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના સભાનું આયોજન કરાયું હતું. આ અંગે જાગીરદાર ક્ષત્રિય રાજપૂત સમાજના યુવા અગ્રણી જશવંતસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ‘સુખદેવસિંહજી ગોગમેડી માત્ર ક્ષત્રિય રાજપૂત સમાજના આગેવાન ન હતા. તેઓ સમગ્ર હિન્દુ સમાજના હિતેચ્છુ હતા. સમગ્ર હિન્દુ સમાજ માટે લડ્યા અને હંમેશા હિંદુ સમાજના પડખે રહ્યા. તેઓએ લાલચોક જઈને ભારત માતાનો તિરંગો ફરકાવી સમગ્ર હિન્દુ સમાજનું નામ ઉજવળ કર્યું હતું. તે હિન્દુ સમાજ માટે ગૌરવની બાબત હતી’.
આવેદન આપતી વખતે જશવંતસિંહજી વાઘેલા, ચંદનસિંહજી રાજપુત, રામજી મંદિરના મહંત રાઘવદાસજી મહારાજ, શક્તિસિંહજી દરબાર, શૈલેન્દ્રસિંહજી વાઘેલા, ભૂપતસિંહ રાજપૂત, ધવલસિંહજી રાજપુત, કમલેશભાઈ મહેતા, મહેન્દ્રસિંહજી વાઘેલા, અધિવેશનસિંહ રાજપુત, ઠાકુર દાસ ખત્રી, નિલેશભાઈ દવે સહિત મોટી સંખ્યામાં સંગઠનના કાર્યકર્તાઓએ હત્યારાઓ ને ફાંસી આપવાની માગ સાથે ” સુખદેવસિંહજી અમર રહો ભારત માતાકી જય” ના નારા સાથે રેલી યોજી નાયબ કલેકટરને આવેદન આપ્યું હતું.
આ પણ વાંચો: મહેસાણા જિલ્લામાં છેલ્લાં 10 વર્ષથી નકલી ડિગ્રી પર નોકરી કરતા 11 હેલ્થવર્કર ઝડપાયા