ટોપ ન્યૂઝનેશનલ

દિલ્હીમાં મહાઠગે પોતાને મોટો સરકારી અધિકારી કહી યુવતીને પ્રેમજાળમાં ફસાવી શારીરિક શોષણ કર્યું

નવી દિલ્હી, 8 ડિસેમ્બર 2023: દિલ્હીમાં રહેતાં ઉત્કર્ષ કે શાહી પોતાને સિવિલ સર્વન્ટ ગણાવે છે. તેની સામે એક મહિલાએ ટ્વિટર પર અનેક પ્રકારના આક્ષેપો કરીને દિલ્હી પોલીસને ફરિયાદ કરી છે.આ મહિલાએ ટ્વિટર પર ઉત્કર્ષ કે શાહી સાથેની ચેટના કેટલાક સ્ક્રિન શોટ શેર કર્યાં છે.તે યુવતીઓને લૉ વેલ્યુ અને આઈડિયોલોજીની વાતો કરી તેની પ્રેમજાળમાં ફસાવી યુવતીઓને હોટેલમાં લઈ જઈને તેમની સાથે શારીરિક શોષણ કરતો. તેમની છેડતી કરીને છોડી દેતો હતો. જ્યારે તેને પુછવામાં આવ્યું કે, તે પરીણિત છે એવો સવાલ કરતાં જ તેણે અપરણિત હોવાનું કહ્યું હતું. પરંતુ પીડિત યુવતીએ તપાસ કરતાં ખરેખર તે પરીણિત હોવાનું જાણવા મળ્યું છે.

નરાધમે માત્ર નિર્દોષ ફ્લર્ટિંગ કરતો હતો એવું કહ્યું
આ નરાધમે તેની મૃતક માતાના ખોટા સોગંધ ખાઈને કહ્યું હતું કે, તે કોઈ છોકરીને હોટેલમાં નથી લઈ ગયો અને યુવતી સાથે તે માત્ર નિર્દોષ ફ્લર્ટિંગ કરતો હતો. પરંતુ યુવતીએ સ્વીકાર્યું હતું કે, આ નરાધમ તેને હોટેલમાં લઈ ગયો હતો. તે ઉપરાંત ઉત્કર્ષ શાહીએ મહિલાને એવું કહ્યું હતું કે, તે માત્ર કોલ પર ફ્લર્ટિગ કરતો હતો. તેણે યુવતીને હોટેલમાં લઈ ગયો હતો અને તેનો ઉપયોગ કરી તેનું શોષણ કરીને ખૂબજ સરળતાથી છોડી દીધી હતી. આ નરાધમનું કહેવું છે કે, તેણે યુવતીને બ્લોક કરી દીધી છે પણ ખરેખર યુવતીએ તેને બ્લોક કરી દીધો હતો. તે આ યુવતીની લાગણીઓ સાથે રમતો હતો. તેણે વધુ એક છોકરીને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેણે કહ્યું હતું કે, એ છોકરીએ તેની સાથે શારીરિક સંબંધ બનાવવાની કોશિષ કરી હતી અને તેની પાસે પૈસાની માંગ કરી હતી.

યુવતી તાબે નહીં થતાં તેની માતાને બદનામ કરવાનું શરૂ કર્યું
મહિલાએ ટ્વિટર પર એવું પણ લખ્યું હતું કે, ઉત્કર્ષ શાહીએ પહેલાં જે મહિલાને ફસાવી હતી તેની સાથે ફરીવાર સંબંધ રાખવા માટે કોશિષ કરી હતી. પરંતુ આ યુવતીએ તેને બ્લોક કરી દીધો હતો. ત્યાર બાદ તેણે યુવતીની માતાને બદનામ કરવાનું શરૂ કર્યું હતું અને કેટલાક મહિનાઓ બાદ ફરીવાર આ યુવતીનો ઈમોશ્નલી ઉપયોગ કરીને તેની સાથે મિત્રતા કરવાની વાત કરી હતી. હાલમાં ટ્વિટર પર આ મહિલાએ પોસ્ટ લખી છે પણ પોલીસનું કોઈ રિએક્શન દેખાયું નથી. હવે આ પ્રકારના મહાઠગની સામે શું પગલાં લેવાય છે એ એક સવાલ છે.

મહાઠગની દિલ્હી પોલીસને ટ્વિટર પર ફરિયાદ
તાજેતરમાં PMOમાં અધિકારી હોવાનું કહીને અમદાવાદના મહાઠગ કિરણ પટેલે અનેક લોકોને છેતર્યાં હતાં. કિરણ પટેલે સીઆરપીએફ અને જમ્મુ-કશ્મીર પોલીસની દેખરેખ હેઠળ કાશ્મીરના અનેક હેલ્થ રિસોર્ટમાં પિકનિક પર ગયો હતો, જ્યાં તણે ઘણા વીડિયો બનાવીને તેના ટ્વિટર હૅન્ડલ પર શેર કર્યા હતા. ત્યાર બાદ તેના કારસ્તાનનો ભાંડો ફૂટતાં પોલીસે તેને ઝડપી પાડ્યો હતો અને તેના અનેક કૌભાંડોનો પર્દાફાશ થયો હતો. ત્યારે દિલ્હીની એક મહિલાએ ટ્વિટર પર વધુ એક મહાઠગની દિલ્હી પોલીસને ટ્વિટર પર ફરિયાદ કરી છે.

આ પણ વાંચોઃ પત્નીના મૃત્યુ બાદ તેના ફોનમાંથી ખૂલ્યા એવાં રહસ્ય કે પતિના હાથ ધ્રૂજવા લાગ્યા

Back to top button