ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

નાણાના બદલામાં પ્રશ્નો પૂછવાના કેસમાં મહુઆ મોઇત્રાનું સંસદ સભ્યપદ થયું રદ્દ

Text To Speech
  • એથિક્સ કમિટીના રિપોર્ટ બાદ સાંસદ મહુઆ મોઇત્રા વિરુદ્ધ સ્પીકરની કાર્યવાહી
  • રિપોર્ટમાં મહુઆ મોઇત્રા સામેના આરોપોને ગંભીર ગણાવીને કાર્યવાહીની કરવામાં આવી હતી માંગ

નવી દિલ્હી, 8 ડિસેમ્બર : સંસદના શિયાળુ સત્રના પાંચમા દિવસે એથિક્સ કમિટીએ TMC સાંસદ મહુઆ મોઇત્રા સામેના કેશ ફોર ક્વેરીના આરોપો પર લોકસભામાં રિપોર્ટ રજૂ કર્યો હતો. લોકસભામાં એથિક્સ કમિટીના રિપોર્ટ બાદ સ્પીકર દ્વારા કાર્યવાહી કરીને મહુઆ મોઇત્રાનું સંસદ સભ્યપદ રદ્દ કરવામાં આવ્યું છે. રિપોર્ટમાં મહુઆ મોઇત્રાનું સંસદ સભ્યપદ રદ કરવાની ભલામણ કરવામાં આવી હતી. રિપોર્ટમાં મહુઆ સામેના આરોપોને ગંભીર ગણાવીને કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. રિપોર્ટની રજૂઆત બાદ વિપક્ષી સાંસદોએ સંસદમાં હંગામો મચાવ્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યા હતા.

મહુઆ મોઇત્રાનું સાંસદ રહેવું યોગ્ય નથીઃ લોકસભા સ્પીકર

 

લોકસભા સ્પીકર ઓમ બિરલાએ મહુઆ મોઇત્રાનું લોકસભાનું સભ્યપદ રદ કરવાની જાહેરાત કરી હતી. સ્પીકરે કહ્યું હતું કે, ‘આ ગૃહ સમિતિના નિષ્કર્ષને સ્વીકારે છે કે મહુઆ મોઇત્રાનું વર્તન અનૈતિક અને એક સાંસદ માટે અયોગ્ય હતું. તેથી તેમના માટે સાંસદ તરીકે ચાલુ રહેવું યોગ્ય નથી.

સાંસદ મહુઆ મોઇત્રાએ આપી પ્રતિક્રિયા

 

TMC સાંસદ તરીકેનું સભ્યપદ રદ્દ કરવામાં આવતાં મહુઆ મોઇત્રાએ જણાવ્યું હતું કે, “નૈતિક સમિતિને હાંકી કાઢવાની કોઈ સત્તા નથી. આ તમારા (ભાજપ) માટે અંતની શરૂઆત છે.”

આ પણ જુઓ ;ભાજપે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ માટે નિરીક્ષકોનાં નામ જાહેર કર્યાં

Back to top button