પૂલ ઉંચો લેવાની ત્રણ વર્ષથી ચાલતી કામગીરી અંતિમ તબક્કામાં પહોંચી
પાલનપુર શહેરમાં પ્રવેશવાના રેલવેનો પુલ ઊંચો લેવાની કામગીરી છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહી છે. આ પૂલ શહેર માટે ખૂબ જ મહત્વનો છે. પૂર્વથી પશ્ચિમ વિસ્તારમાં જવા- આવવા માટે આ પુલનો મહત્તમ ઉપયોગ થાય છે. પરંતુ ડેડિકેટેડ ફ્રેઇટ કોરડોરીને લઈને પુલની ઊંચાઈ વધારવી પડે તેમ હતી. તેના માટે છેલ્લા ત્રણેક વર્ષથી કામગીરી ચાલી રહી હતી. જેમા પ્રથમ તબક્કામાં પુલનો એક સાઈડનો ભાગ ઉંચો લેવામાં આવ્યો હતો. જેનું કામ પૂર્ણ થઈ ગયું છે. જેથી તેના ઉપર ટ્રાફિક ડાયવર્ટ કરીને હવે બીજી સાઈડના ભાગને ઊંચો લેવાની કામગીરી પણ છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે.
ટ્રાફિકની સમસ્યાની છુટકારો
આ કામગીરીને લઈને શહેરના વાહનચાલકોને ટ્રાફિકના પ્રશ્ન ભારે હાલાકી ભોગવી પડી રહી હતી. હવે શહેરીજનોને તેમાંથી છુટકારો મળે તેવા સારા સમાચાર આવ્યા છે. બંને બાજુ ફૂટબ્રિજ બનાવવામાં આવનાર છે. જેમાં એક તરફની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, અને બીજી તરફ પણ અંદાજે 75 થી 80% જેટલી કામગીરી પૂર્ણ થઈ છે. હવે પછીની કામગીરી માટે ત્રણથી ચાર સપ્તાહમાં બ્રિજની સંપૂર્ણ કામગીરી થઈ જશે તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. બ્રિજનું કામ પૂર્ણ થતા શહેરીજનો અને વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યાથી છુટકારો મળશે.