ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

રશિયાના પ્રમુખ પુતિને PM મોદીના કર્યા વખાણ, કહ્યું : ‘રાષ્ટ્રહિતમાં નિર્ણય લેતા કોઈ રોકી શકે નહીં’

Text To Speech
  • હું કલ્પના પણ કરી શકતો નથી કે PM મોદી પર કોઈ દબાવ કરવા સક્ષમ છે : રશિયન પ્રમુખ
  • રશિયા અને ભારત વચ્ચેના સંબંધો તમામ દિશામાં આગળ વધી રહ્યા છે : પુતિન

નવી દિલ્હી, 8 ડિસેમ્બર : રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને ફરી એકવાર ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. પ્રમુખ પુતિને કહ્યું છે કે, “હું કલ્પના પણ કરી શકતો નથી કે પ્રધાનમંત્રી મોદીને ભારત અથવા ભારતના લોકોના હિત વિરુદ્ધ પગલાં લેવા અથવા રાષ્ટ્રીય હિતમાં નિર્ણયો લેવા માટે ડરાવવા, ધમકાવવા અથવા દબાણ કરવા કોઈ સક્ષમ નથી. સારું પણ હું જાણું છું કે તેમના પર આવું દબાણ છે. જો કે અમે તેના વિશે ક્યારેય વાત કરતા નથી.

ભારત અને સંબંધોના સંદર્ભમાં પ્રમુખ પુતિને જણાવ્યું હતું કે ‘હું માત્ર બહારથી શું થઈ રહ્યું છે તે જોઉં છું. સાચું કહું તો, ભારતીય લોકોના રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવા અંગે મોદીના કડક વલણથી મને ક્યારેક આશ્ચર્ય થાય છે. ‘રશિયા કોલિંગ ફોરમ’ કાર્યક્રમમાં પુતિને આવા અનેક સવાલોના જવાબ આપ્યા અને પોતાના વિચારો વ્યક્ત કર્યા. પુતિને કહ્યું કે, “રશિયા અને ભારત વચ્ચેના સંબંધો તમામ દિશામાં આગળ વધી રહ્યા છે. ખાસ વાત એ છે કે તેની મુખ્ય ગેરંટી પીએમ મોદીની નીતિ છે. પીએમ મોદી સતત ભારતના હિતમાં નિર્ણયો લઈ રહ્યા છે.”

રશિયાના પ્રમુખ પુતિને અગાઉ પણ PM મોદીની કરી હતી પ્રશંસા

આ પહેલ 4 ઓક્ટોબરના રોજ એક કાર્યક્રમમાં પ્રમુખ પુતિને પીએમ મોદી અને મેડ ઈન ઈન્ડિયાના તેમના આગ્રહની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘નરેન્દ્ર મોદી ખૂબ જ બુદ્ધિશાળી વ્યક્તિ છે. તેમના નેતૃત્વમાં ભારત વિકાસની દૃષ્ટિએ ઘણી પ્રગતિ કરી રહ્યું છે. તેમના એજન્ડા પર કામ કરવું ભારત અને રશિયા બંનેના હિત સાથે સંપૂર્ણ રીતે મેળ ખાય છે.

પુતિન પાંચમી વખત બની શકે છે રશિયા પ્રમુખ  

ઉલ્લેખનીય છે કે, રશિયામાં માર્ચ મહિનામાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે, તેની તારીખ જાહેર કરવામાં આવી છે. હવે રશિયામાં 17 માર્ચ 2024ના રોજ રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે. માનવામાં આવે છે કે, પુતિન આ પદ માટે પાંચમી વખત ચૂંટણી લડશે. જો કે પુતિનની સામે વિપક્ષ ખૂબ જ નબળો છે. જોકે, રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને જોતા તેમને હજુ પણ ઘણા પડકારોનો સામનો કરવો પડી શકે છે.

આ પણ જુઓ :રશિયા યુક્રેન પર કરશે ભારે હુમલો, 22 લાખ રશિયન સૈનિકો તૈયાર

Back to top button