ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદમાં જામ્યો વરસાદી માહોલ: અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ

Text To Speech

સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જમ્યો છે ત્યારે આજે અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. વરસાદને લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.જેના લીધે વાહનચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારોં આવ્યો. અમદાવાદના રાયપુર, કાલુપુર, આસ્ટોડિયા દરવાજા સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. અમદાવાદના પશ્વિમમમાં એસજી હાઇવે, બોડકદેવ, થલતેજ આનંદનગરમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો.

મેઘરાજાએ કરી જમાવટ 

શહેરમાં બોપલ, સેટેલાઇટ, બોડકદેવ, જોધપુર, SG હાઇવે, વસ્ત્રાપુર, માનસી સર્કલ અને શિવરંજની સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. એ સિવાય શહેરના અન્ય કેટલાંક વિસ્તારોમાં પણ વરસાદે રમઝટ બોલાવી. જેમ કે, નિકોલ, નરોડા, બાપુનગર સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ જમાવટ કરી.’

હવામાને કરી આગાહી 

બીજી બાજુ ગુજરાતમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, ‘અત્યાર સુધી ગુજરાતમાં 182 મિમી વરસાદ વરસ્યો છે. તેમાં પણ સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌથી વધુ 31 ટકા વરસાદ પડ્યો છે. સાથે રાજ્યમાં આગામી 24 કલાકમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.’

Back to top button