બિહારમાં 22 હજાર B.Ed શિક્ષકોની નોકરી પર સંકટ
પટણા (બિહાર), 07 ડિસેમ્બર: પટના હાઈકોર્ટના નિર્ણય બાદ બિહારમાં લગભગ 22 હજાર B.Ed શિક્ષકોની નોકરી જોખમમાં છે. બુધવારે પટના હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટના નિર્ણયને ટાંકીને B.Ed ડિગ્રી ધારકોને પ્રાથમિક વર્ગો ભણાવવા માટે અયોગ્ય જાહેર કર્યા છે. કોર્ટનું કહેવું છે કે D.El.Ed ધરાવતા લોકો જ પ્રાથમિક વર્ગો એટલે કે ધોરણ 1 થી 5 સુધીના શાળાના બાળકોને ભણાવી શકે છે. આ નિર્ણય બાદ બિહારમાં 22 હજાર B.Ed શિક્ષકો નોકરી પર જોખમ તોળાઈ રહ્યું છે.
શું છે સમગ્ર મામલો?
બુધવારે પટના હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિનોદ ચંદ્રન અને જસ્ટિસ રાજીવ રાયની ડિવિઝન બેંચે પ્રાથમિક શિક્ષકો માટે બેચલર ઑફ એજ્યુકેશન (BED) ડિગ્રી ધારકોને કોઈ રાહત આપી નથી. સુપ્રીમ કોર્ટના આદેશના પ્રકાશમાં પટના હાઈકોર્ટે B.Ed ડિગ્રી ધારકોને પ્રાથમિક શાળાઓમાં ભણાવવા માટે સક્ષમ ગણ્યા નથી. બેન્ચે એક સાથે ત્રણ અલગ-અલગ કેસની સુનાવણી કર્યા બાદ આ નિર્ણય આપ્યો છે. કોર્ટે પોતાને બંધારણની કલમ 141 હેઠળ સુપ્રીમ કોર્ટના નિર્ણયથી બંધાયેલો ગણાવ્યો હતો અને રાજ્ય સરકારને નિર્ણયનું પાલન કરવા જણાવ્યું હતું.
બિહારમાં છઠ્ઠા તબક્કાની શિક્ષકની નિમણૂક 2021માં થઈ હતી. આ નિમણૂક પ્રક્રિયા પછી પટના હાઈકોર્ટમાં ઘણી અરજીઓ દાખલ કરાઈ હતી જેમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોના પદ પર B.Ed પાસ ઉમેદવારોની નિમણૂક પર પ્રતિબંધની માંગ કરવામાં આવી હતી. આ કિસ્સામાં રાજ્ય સરકારે, NCTEના 2018ના નોટિફિકેશનને ટાંકીને કહ્યું હતું કે NCTE એ B.Ed પાસ ઉમેદવારોને વર્ગ 1 થી 5 સુધીના શિક્ષકોની પોસ્ટ પર નિમણૂક કરવાની મંજૂરી આપી છે, પરંતુ હવે કોર્ટે સરકારની આ દલીલને ફગાવી દેતા બીએડ પાસ ઉમેદવારોને મોટા ફટકો પડ્યો છે.
બપોર સુધીના સમાચાર જાણો ફટાફટ… HDNews ટૉપ-10 ઉપર, જૂઓ વીડિયો
અરજદાર અર્નબ ઘોષની અરજી પર આવતા સપ્તાહે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે, જેમાં કોર્ટ ઉમેદવારોના પક્ષમાં ફેંસલો સંભળાવશે તો હાઈકોર્ટે પણ તે નિર્ણય સ્વીકારવો પડશે અને બી.એડ શિક્ષકોની નોકરી બચી જશે.
આ પણ વાંચો: 200,000થી વધુ હિંદુઓનું ઘર ગણાતા દેશ પર તોળાયું મોટું જોખમ, જાણો શું થયું ?