બનાસકાંઠા : ડીસામાં કરણી સેના દ્વારા રેલી યોજાઈ, હત્યારાઓને ફાંસી આપવાની માંગ
- નાયબ કલેકટરને આવેદનપત્ર અપાયું
પાલનપુર : રાજસ્થાનના જયપુર ખાતે રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડી ની તેમના ઘરમાં જ ઘુસી ગોળી મારી હત્યા કરવાના બનાવમાં સમગ્ર દેશમાં રજપૂત સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ત્યારે ડીસામાં પણ કરણી સેના અને રાજપૂત સમાજ દ્વારા રેલી યોજી આવેદનપત્ર આપી હત્યારાઓને ફાંસી આપવાની માંગ કરી છે.
શ્રી રાષ્ટ્રીય રાજપુત કરણી સેના ના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની હત્યાથી સમગ્ર દેશમાં ભારે રોષ ની લાગણી ફેલાઈ છે. રાજપૂત સમાજ દ્વારા હત્યારાઓને પકડી તાત્કાલિક કાર્યવાહી કરવા અંગે ઠેર ઠેર બંધના એલાનો તેમજ દેખાવો યોજી આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે.
ત્યારે ડીસામાં રાજપુત સમાજ તેમજ કરણી સેના અને હિન્દુ યુવા સંગઠન દ્વારા સરદારબાગ આગળ એકત્ર થઈ રેલી યોજવામાં આવી હતી. રેલી બગીચા મામલતદાર કચેરી રોડ થઈ એસડીએમ કચેરી પહોંચી હતી, જ્યાં નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રાજપૂત સમાજ દ્વારા સુખદેવસિંહ ગોગામેડી ના હત્યારાઓને તેમજ મુખ્ય સૂત્ર ધારોને ફાંસી આપવાની માંગ કરી હતી.
આ પણ વાંચો : ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” કાર્યક્રમ યોજાયો