ગુજરાત

ગુજરાત: ક્રિપ્ટો કરન્સી માટે ડમી એકાઉન્ટ ખરીદનાર ઝડપાયો

Text To Speech
  • ડિંડોલી પોલીસે મુબીન સૈયદની ધરપકડ કરી
  • અગાઉ અસ્ફાક શેખ અને સાદિક સહિત ત્રણ પકડાયા હતા
  • આરોપી મુબીને રૂ.71 લાખનું ટ્રાન્જેક્શન કર્યું

સુરતમાં ક્રિપ્ટો કરન્સીનો માસ્ટર માઇન્ડ ઝડપાયો છે. જેમાં ડમી એકાઉન્ટ ખરીદનાર મુબીન સૈયદ આખરે ઝડપાયો છે. ડિંડોલી પોલીસે મુબીન સૈયદની ધરપકડ કરી છે. સેલ્સમેનના નામે બેંક એકાઉન્ટ ખોલાવી ઠગાઈ કરી હતી.

આ પણ વાંચો: ગુજરાત આ જિલ્લાઓના ખેડૂતો આનંદો, સરકાર આપશે મોટી સહાય 

આરોપી મુબીને રૂ.71 લાખનું ટ્રાન્જેક્શન કર્યું

સુરતમાં ક્રિપ્ટો કરન્સી માટે ડમી એકાઉન્ટ ખોલવાના કેસમાં ડમી એકાઉન્ટ ખરીદનાર મુબીન સૈયદ આખરે ઝડપાયો છે. દુબઈ ફરાર થયેલો આરોપી ભારત પરત ફર્યો છે. જેમાં ડિંડોલી પોલીસે મુબીન સૈયદની ધરપકડ કરી છે. જેમાં સેલ્સમેનના નામે બેંક એકાઉન્ટ ખોલાવી ઠગાઈ કરી હતી. આરોપી મુબીને રૂ.71 લાખનું ટ્રાન્જેક્શન કર્યું હતું. ફેડરલ બેંકની નોટિસ મળતા ભાંડો ફૂટ્યો હતો. અગાઉ અસ્ફાક શેખ અને સાદિક સહિત ત્રણ પકડાયા હતા. ક્રિપ્ટો કરન્સી માટે 4 વ્યક્તિઓના એકાઉન્ટ બનાવ્યા હતા. મુબીન ઓનલાઇન USDT કોઈનની લે-વેચ સાથે સંકળાયો હતો. ભેસ્તાનના યુવકને રૂપિયા 10 હજારની લાલચ આપી હતી. ફેડરલ બેંકની નોટિસ મળતા ભાંડો ફૂટ્યો હતો. ત્યારે ડિંડોલી પોલીસે ખાતુ ફ્રીઝ કરી દીધું હતું.

આ પણ વાંચો: રાજકોટમાં મનપા એક્શનમાં આવી, બાકી મિલકત વેરા મામલે સિલિંગ અને જપ્તીનું હથિયાર ઉપાડ્યું

અગાઉ અસ્ફાક શેખ અને સાદિક સહિત ત્રણ પકડાયા હતા

અગાઉ અસ્ફાક શેખ અને સાદિક સહિત ત્રણ પકડાયા હતા. જેમાં ક્રિપ્ટો કરન્સી માટે 4 વ્યક્તિઓના એકાઉન્ટ બનાવ્યા હતા. મુબીને બે કરોડનું ટ્રાન્ઝેક્શન કર્યું હતુ. મુબીન ઓનલાઇન USDT કોઈનની લે-વેચ સાથે સંકળાયો હતો. તેમજ મુબીન સાથે અન્ય કોણ-કોણ સંડોવાયેલ છે તે પણ એક સવાલ છે.

Back to top button