રાજકોટમાં મનપા એક્શનમાં આવી, બાકી મિલકત વેરા મામલે સિલિંગ અને જપ્તીનું હથિયાર ઉપાડ્યું
- મનપા દ્વારા ઘણી મિલકતો પણ સીલ કરવામાં આવી
- કરોડો રૂપિયાના બાકી લેણાં સામે નવી ઝુંબેશ શરૂ કરવામાં આવી
- 1.44 કરોડ રૂપિયાની રિકવરી કરવામાં આવી
રાજકોટમાં મનપા એક્શનમાં આવી છે. બાકી મિલકત વેરા મામલે સિલિંગ અને જપ્તીનું હથિયાર ઉપાડ્યું છે. એક જ દિવસમાં સપાટો બોલાવ્યો છે. તેમજ રાજકોટ મનપાની નવી ઝુંબેશ સામે આવી છે. બાકી લેણાં સામે તંત્રે કાર્યવાહી કરી છે. જેમાં 235 મિલકતોને જપ્તીની નોટિસ છે.
આ પણ વાંચો: PM મોદી આ તારીખે ગુજરાત આવે તેવી શક્યતા, જાણો સંભવિત કાર્યક્રમ
કરોડો રૂપિયાના બાકી લેણાં સામે નવી ઝુંબેશ શરૂ કરવામાં આવી
કરોડો રૂપિયાના બાકી લેણાં સામે નવી ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. મિલકત વેરાના અંદાજિત રૂ. 1100 કરોડની રિકવરી માટે મનપાએ સિલિંગ અને જપ્તીનું હથિયાર ઉપાડ્યું છે. જે હેઠળ નવી પહેલ હેઠળ વસૂલાત કામગીરી શરૂ કરવામા આવી હતી. વોર્ડ નં. 2,5,6,7,8માં 20 મિલકતો સીલ કરવામાં આવી હતી. તેમજ 235 મિલકત ધારકોને જપ્તીની નોટિસ ફટકારી સ્થળ પર રૂ. 1.44 કરોડની વેરા વસૂલાત કરી હતી.
આ પણ વાંચો: ગુજરાત સરકારની મોટી પહેલ, સૂર્ય નમસ્કાર કરો અને જીતો લાખો રૂપિયાનું ઈનામ
મનપા દ્વારા ઘણી મિલકતો પણ સીલ કરવામાં આવી
રાજકોટ મનપાના ટેક્સ વિભાગ દ્વારા આજે રૈયા રોડ પર આવેલ 2-યુનિટને નોટિસ આપી, રેસકોર્સ રીંગ રોડ પર આવેલ 3-યુનિટને નોટિસ આપી , ઉમેશ કોમ્પ્લેક્ષમાં આવેલ 18-યુનિટને સીલ કરવાની કામગીરી કરાઈ હતી. ગીત ગુર્જરી સોસાયટીમા 1-યુનિટની નોટિસ સામે રીકવરી રૂ.1.15 લાખ વસૂલાત કરાઈ હતી. આ ઉપરાંત કુવાડવા રોડ પર આવેલ 3-યુનિટ અને ગ્રીન લેન્ડ ચોકડી પર 3-યુનિટને નોટિસ ફટકારવામાં આવી હતી. રણછોડનગરમાં 1-યુનિટને નોટિસ આપી, ભાવનગર રોડ પર આવેલ 1-યુનિટની નોટિસ સામે રીકવરી રૂ.52,030, સંત કબીર રોડ પર આવેલ 2-યુનિટને નોટિસ સામે રીકવરી રૂ.1.10 લાખ, ગુરૂદેવ આર્કેડમાં 1-યુનિટની નોટિસ આપી, ન્યુ શક્તિ સોસાયટીમાં 1-યુનિટની નોટિસ સામે ચેક આપેલ, ગોંડલ રોડ પર આવેલ 2-યુનિટની નોટિસ સામે રીકવરી રૂ.2.30 લાખ અમીનમાર્ગ પર આવેલ 6-યુનિટને નોટિસ આપી. આમ એક જ દિવસમાં ટેક્સ વસૂલાતની કામગીરી રાજકોટ મનપા દ્વારા કરવામાં આવી હતી. જેને લઈને ઘણી મિલકતો પણ સીલ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: ગુજરાત આ જિલ્લાઓના ખેડૂતો આનંદો, સરકાર આપશે મોટી સહાય
1.44 કરોડ રૂપિયાની રિકવરી કરવામાં આવી
કાલાવાડ રોડ પર આવેલ 1-યુનિટની નોટિસ સામે રીકવરી રૂ.61,660, રાધાનગર પાસે આવેલ 1-યુનિટની નોટિસ સામે રીકવરી રૂ.60,251, નાનામોવા રોડ પર આવેલ 3-યુનિટને નોટિસ આપી, પુષ્કરધામ મેઇન રોડ પર આવેલ 2-યુનિટની નોટિસ સામે રીકવરી રૂ.1.78 લાખ, કાલાવાડ રોડ પર આવેલ 1-યુનિટને નોટિસ, દ્વારકાધીશ સોસાયટીમાં 1-યુનિટની નોટિસ સામે રીકવરી રૂ.40,940, અક્ષદીપ સોસાયટીમાં 1-યુનિટની નોટિસ સામે રીકવરી રૂ.42.320, ગોંડલ રોડ પર આવેલ 1-યુનિટને નોટિસ આપી, કોઠારીયા રોડ પર આવેલ 4-યુનિટને નોટિસ આપી, મધુરમ ઓદ્યોગિક વિસ્તારમાં 1-યુનિટને નોટિસ ફટકારવામાં આવી હતી.