ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત આ જિલ્લાઓના ખેડૂતો આનંદો, સરકાર આપશે મોટી સહાય

Text To Speech
  • સુરતમાં ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા
  • પાકને જાનવરોથી બચાવવાની તાર ફેન્સીંગની સહાય મળશે
  • સહાય માટે રૂપિયા 350 કરોડની મંજુરી મળી

ગુજરાતના દક્ષિણ ગુજરાતમાં સુરત સહિતનાં પાંચ જિલ્લાઓમાં પાકને જાનવરોથી બચાવવાની તાર ફેન્સીંગ માટે ખેડૂતોને સહાય મળશે. જેમાં સહાય માટે રૂ. 350 કરોડની મંજુરી મળી છે. રાજ્ય સરકારના નિર્ણયને ખેડૂત સમાજે આવકાર્યો છે. ખેડૂતો આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકાશે.

આ પણ વાંચો: PM મોદી આ તારીખે ગુજરાત આવે તેવી શક્યતા, જાણો સંભવિત કાર્યક્રમ 

સુરતમાં ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા

સુરતમાં ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં પાકને જાનવરોથી બચાવવાની તાર ફેન્સીંગની સહાય મળશે. તેમાં સહાય માટે રૂપિયા 350 કરોડની મંજુરી મળી છે. રાજ્ય સરકારના નિર્ણયને ખેડૂત સમાજે આવકાર્યો છે. તેમાં 12 ડિસેમ્બરથી ખેડૂતો આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે.

આ પણ વાંચો: ગુજરાત સરકારની મોટી પહેલ, સૂર્ય નમસ્કાર કરો અને જીતો લાખો રૂપિયાનું ઈનામ

12 ડિસેમ્બરથી ખેડૂતો અરજી નોંધાવી શકશે

તાર ફેન્સીંગથી ભૂંડ, નિલગાય સહિતના જાનવરોથી પાકને બચાવી શકાશે. ખેતરનાં રક્ષણ માટે રાજય સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે. ફેન્સીંગ બનાવવાની સહાય યોજનાને વહીવટી મંજુરી આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત સહિતનાં પાંચ જિલ્લાઓમાં 12 ડિસેમ્બરથી ખેડૂતો અરજી નોંધાવી શકશે. તેમાં રાજય સરકાર દ્વારા આ યોજના અંતર્ગત 350 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ યોજનામાં મહત્તમ 2 હેકટર માટે નવી તારની વાડ બનાવવામાં આવશે. તેમજ રનીંગ મીટર દીઠ 200 રૂપિયા અથવા ખરેખર થનાર ખર્ચનાં 50 ટકા પૈકી જે ઓછુ હોય તે મુજબ સહાય આપવામાં આવશે.

Back to top button