- વડાપ્રધાન છેલ્લે 30-31 ઑક્ટોબર દરમિયાન ગુજરાત આવ્યા હતા
- વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલાં ગુજરાત આવે તેવી શક્યતા
- વડાપ્રધાન કાર્યાલય તરફથી સત્તાવાર જાણકારી અપાઇ નથી
PM મોદી 17મી ડિસેમ્બરે ગુજરાત આવે તેવી શક્યતા છે. જેમાં ડ્રીમસિટી-હીરા બુર્સનું આલીશાન બિલ્ડિંગ ક્યારનુંયે ઉદ્ઘાટનની પ્રતીક્ષામાં છે. સુરત ઍરપોર્ટના એક્સ્ટેન્શનનું પણ અનાવરણ સાથોસાથ થવાની સંભાવના છે. વડાપ્રધાન મોદી છેલ્લે 30-31 ઑક્ટોબર દરમિયાન ગુજરાત આવ્યા હતા.
આ પણ વાંચો: ગુજરાતમાં વધ્યો ઠંડીનો પ્રકોપ, જાણો કયા કેટલુ ઘટ્યુ તાપમાન
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલાં ગુજરાત આવે તેવી શક્યતા
વડાપ્રધાન મોદી દસમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલાં 17મી ડિસેમ્બરે ગુજરાત આવે તેવી શક્યતા છે. તેઓ સુરત આવી નવા બંધાયેલા આલીશાન ડ્રીમસિટી-હીરા બુર્સનું ઉદ્ઘાટન કરશે, સાથોસાથ સુરત ઍરપોર્ટની વિસ્તરણ યોજનાનું પણ અનાવરણ કરે તેવી સંભાવના છે. ડ્રીમસિટી- હીરા બુર્સનું 66 લાખ ચોરસ ફૂટનું શાનદાર બિલ્ડિંગ 35.54 એકરની વિશાળ જગ્યા ઉપર તૈયાર થઈ ચૂક્યું છે અને ગત ધનતેરસથી ઉદ્ઘાટનની પ્રતીક્ષામાં છે. પંદર માળના નવ ટાવર ધરાવતા આ બુર્સમાં અંદાજે 4,500 ડાયમંડ ટ્રેડિંગની ઑફિસો પૈકી કેટલીક ઑફિસો જોકે લાભપાંચમથી શરૂ થઈ ચૂકી છે.
વડાપ્રધાન કાર્યાલય તરફથી 17મી ડિસેમ્બરના ફંકશન અંગે હજી માત્ર મૌખિક જાણ થઈ છે
એક તરફ અમેરિકામાં મંદી અને રશિયા-યૂક્રેન યુદ્ધને પગલે લગાવાયેલા પ્રતિબંધોને કારણે રાજ્યનો હીરા ઉદ્યોગ છેલ્લા દોઢ વર્ષથી માંદગીમાં પડયો છે, એવા સમયે સુરત હીરા બુર્સનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે. અલબત્ત, સુરતના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વર્તુળો કહે છે કે, રફ હીરાની રશિયાની મોટામાં મોટી કંપની અલરોઝા ઉપર અમેરિકા તથા યુરોપિયન યુનિયને લગાવેલા પ્રતિબંધની રાજ્યમાં 10-15 ટકા અસર છે, કેમ કે અલરોઝાનો પાતળી સાઇઝનો માલ ઘસાવવા માટે સુરત અને સૌરાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં આવે છે.
રાજ્યમાં હોંગકોંગ તરફથી મોટો બિઝનેસ મળી રહ્યો છે
પરંતુ બીજી તરફ છેલ્લા બે અઢી વર્ષથી રાજ્યમાં હોંગકોંગ તરફથી મોટો બિઝનેસ મળી રહ્યો છે, જેમાં સીડી તથા હાઇ ટેમ્પરેચર હાઇ પ્રેશર એમ પ્રકારના હીરાનો કારોબાર રાજ્યમાં થઈ રહ્યો છે. જાણકાર સૂત્રો કહે છે કે, વડાપ્રધાન કાર્યાલય તરફથી 17મી ડિસેમ્બરના ફંકશન અંગે હજી માત્ર મૌખિક જાણ થઈ છે, એટલે ફાઇનલ કાર્યક્રમ હજી ઘડામણમાં છે.