- માવઠા બાદ ગુજરાત ઠંડુગાર બન્યું
- 10 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ
- અમદાવાદમાં 18, ગાંધીનગરમાં 16 ડિગ્રી તાપમાન
ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ વધ્યો છે. જેમાં 10 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે. તેમજ ઠંડી વધવાની સાથે લોકો ફિટનેસ કોન્શિયસ બન્યા છે. જેમાં જિમમાં કસરત કરી ઠંડી ઉડાડવાનો પ્રયાસ કરી રહ્યાં છે. ત્યારે ભુજમાં તાપમાન 15 ડિગ્રી, કંડલા 14 ડિગ્રી તાપમાન રહ્યું છે.
માવઠા બાદ ગુજરાત ઠંડુગાર બન્યું
માવઠા બાદ ગુજરાત ઠંડુગાર બન્યું છે. રાજકોટ અને સુરેન્દ્રનગરમાં તાપમાન 17 ડિગ્રી પહોંચ્યુ છે. તેમજ અમરેલી અને ભાવનગરમાં 18 ડિગ્રી તાપમાન છે. અમદાવાદમાં 18, ગાંધીનગરમાં 16 ડિગ્રી તાપમાન સાથે ડિસામાં તાપમાન 15 ડિગ્રી, કેશોદમાં 18 ડિગ્રી તાપમાન રહ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરમાં ઘટાડો થતા જ હવે રાજ્યમાં ધીમે-ધીમે ઠંડી જોર પકડી રહી છે. છેલ્લા બે દિવસમાં લઘુતમ તાપમાનમાં 4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે.
ઠંડીનો ચમકારો વર્તાતા લોકોએ ગરમ વસ્ત્રનો સહારો લેવો પડ્યો
ઠંડીનો ચમકારો વર્તાતા લોકોએ ગરમ વસ્ત્રનો સહારો લેવો પડ્યો હતો. તાપમાન સામાન્ય ડિગ્રીથી વધુ ઘટતા ડિસેમ્બરના અંતમાં તો હાડ થિજાવતી ઠંડી પડવાના અણસાર છે. આવનારા દિવસોમાં ધીમે-ધીમે ઠંડીનું જોર વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના મતે ચાર દિવસ હજુ પણ 15 કિમી પ્રતિ કલાકની ઝડપે ઠંડા પવન ફૂંકાશે. જેના કારણે તાપમાનનો પારો હજુ પણ ગગડશે.