ઉત્તર ગુજરાતગુજરાત

ડીસાના માલગઢમાં ગ્રામપંચાયતે ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવ્યુ, રોડ ખુલ્લો કર્યો

Text To Speech

ડીસા, 6 ડિસેમ્બર 2023 તાલુકાના માલગઢ ગામમાં ગ્રામ પંચાયત દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઇ છે.વર્ષો જૂના માર્ગ પર બંને તરફ થયેલ દબાણ પર પોલીસ પ્રોટેક્શન સાથે બુલડોઝર ફેરવી રસ્તો ખુલ્લો કરાયો છે.ડીસા તાલુકાના માલગઢ ગામમાં મોટાભાગના માર્ગ ઉપર બંને તરફ ખૂબ જ દબાણ થઈ ગયું છે અને દબાણ થઈ જતા લોકોમાં ભારે મુશ્કેલી વેચવી પડે છે.

કલેક્ટરને રજૂઆત કર્યા બાદ પરવાનગી મેળવી હતી
માલગઢ ગામમાં સ્મશાને જવાના રસ્તા પર પણ બંને તરફ દબાણ થઈ જતા લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડતી હતી. જેથી સ્થાનિક લોકોએ આ મામલે રજૂઆત કરતા ગામના સરપંચે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી દબાણ હટાવવા માટે પરવાનગી મેળવી હતી. ત્યારબાદ કોઈ જ વિવાદ ન થાય તે માટે તે માટે સરપંચના પતિ,ગ્રામ પંચાયતના સભ્યોએ પોલીસ બંદોબસ્ત સાથે રહી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી હતી અને આજે જેસીબી મશીન દ્વારા ગેરકાયદેસર દબાણો હટાવી 66 ફૂટના રોડ પરના દબાણ પૈકી 30 ફૂટ જેટલો રોડ ખુલ્લો કરાયો હતો. જેથી હવે આ રોડ પરથી પસાર થતા વાહનચાલકો અને ખાસ કરીને સ્મશાને જતા લોકોને પડતી મુશ્કેલીઓ દૂર થશે.

Back to top button