ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

નકલી ઈન્કમ ટેક્સ અધિકારી બનીને લૂંટ ચલાવનાર 8 બદમાશો ઝડપાયા

Text To Speech

મુંબઈ (મહારાષ્ટ્ર), 06 ડિસેમ્બર: મુંબઈમાં પોલીસે આવકવેરા વિભાગના અધિકારી બની લાખો રૂપિયા પડાવવાના આરોપમાં 8 લોકોની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ આરોપીઓ ઈન્કમટેક્સ વિભાગના અધિકારી તરીકે ઘરમાં દાખલ થયા હતા અને તપાસના નામે રોકડ લઈને ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર મામલો મુંબઈના સાયન વિસ્તારનો છે. ફરિયાદકર્તા મહિલાના જણાવ્યા અનુસાર, રવિવારે ચાર લોકો તેમના ઘરે આવ્યા હતા અને ઘરની તલાશી લીધી હતી.

બદમાશોએ દાવો કર્યો કે, તેઓ આવકવેરા વિભાગના અધિકારી છે અને ઘરમાં શોધખોળ કરવા લાગ્યા. ત્યારબાદ તેમણે ઘરનો સામાન જપ્ત કરી લીધો. ઘરની તિજોરની તલાશી લીધા બાદ 18 લાખ રૂપિયા રોકડા લઈને તેઓ નાસી ગયા. એ સમયે આરોપીઓએ કહ્યું કે, પૈસા જપ્ત કરવામાં આવ્યા છે. તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે પરિવારને તેમની વાત પર શંકા થઈ તો તેઓ સતર્ક થઈ ગયા.

જ્યારે પરિવારના સભ્યોએ આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસ્યા ત્યારે તેઓએ જોયું કે આઠ આરોપીઓ SUV લઈને આવ્યા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે પોલીસે એસયુવી કારના માલિક રાજારામ માંગલેને શોધી કાઢ્યો છે. પૂછપરછ દરમિયાન, તેણે કથિત રીતે ફ્રોડ ગેંગનો ભાગ હોવાની કબૂલાત કરી હતી. જે બાદ છેલ્લા બે દિવસમાં વધુ સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે નકલી ઓળખ પત્ર ઝડપ્યું

પોલીસે જણાવ્યું કે ધરપકડ કરાયેલા એક આરોપી પાસેથી આવકવેરા વિભાગનું નકલી ઓળખ કાર્ડ મળી આવ્યું છે. ભારતીય દંડ સંહિતાની કલમ 342 (ખોટી રીતે કેદ/પ્રતિબંધ), 420 (છેતરપિંડી), 452 (પરમિશન વિના ઘરમાં પ્રવેશ) અને 468 (બનાવટી) હેઠળ સાયન પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. આ મામલે પોલીસે જણાવ્યું કે કેસ નોંધવામાં આવ્યો છે. વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: પૈસા ડબલ કરવાની લાલચમાં B.Scની વિદ્યાર્થિનીએ 1.63 લાખ ગુમાવ્યા 

Back to top button