ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સુખદેવસિંહ હત્યાઃ રાજસ્થાનમાં બંધના એલાન વચ્ચે ભારે તંગદિલી, ઠેરઠેર દેખાવો

  • રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહની હત્યા બાદ રાજસ્થાન બંધનું એલાન. અનેક જગ્યાએ રાજપૂત સમાજ સાથે અન્ય સમાજે ન્યાયની માંગણી કરી.

રાજસ્થાન, 06 ડિસેમ્બર: રાજસ્થાનમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીને બદમાશોએ તેમના ઘરમાં ગઈ કાલે ગોળી મારીને હત્યા કરી હતી. આ હત્યા બાદ હવે રાજ્યમાં તણાવ વધી ગયો છે. જયપુર સહિત વિવિધ સ્થળોએ લોકો ભેગા થઈ રહ્યા છે, આ સાથે જ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાના વિરોધમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના અને રાજસ્થાનના અન્ય સમુદાયોએ બુધવારે એટલે કે આજે રાજસ્થાન બંધનું એલાન આપ્યું છે.

આ હત્યાકાંડ પર રાજસ્થાનના ડીજીપી ઉમેશ મિશ્રાએ કહ્યું કે રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની જયપુરમાં હત્યા કરવામાં આવી હતી. હત્યારાઓ ચર્ચા કરવાના બહાને તેના ઘરે આવ્યા હતા. આ ઘટનામાં સુખદેવ સિંહ ગોગામેડીનું મૃત્યુ થયું હતું અને તેમનો એક અંગરક્ષક ઘાયલ થયો હતો. હત્યારાઓની સાથે રહેલા એક આરોપીને પણ ગોળી વાગી હતી અને તેનું મૃત્યુ થયું હતું. બદમાશોના સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે રોહિત ગોદારા ગેંગે હત્યાની જવાબદારી લીધી છે અને ટૂંક સમયમાં તેમની ધરપકડ કરવામાં આવશે. અમે હરિયાણાના ડીજી પાસેથી પણ મદદ માંગી છે.

આ પણ વાંચો: રાજસ્થાન: રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહની હત્યા, જૂઓ CCTV

રાજસ્થાન બંધનું એલાન

જયપુરમાં તેમના નિવાસસ્થાને રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાની ન્યાયિક તપાસની માંગ કરવા માટે ‘બંધ’નું એલાન કરવામાં આવ્યું છે. અગાઉ જયપુરમાં રાજપૂત કરણી સેનાના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. મેટ્રો માસ હોસ્પિટલની બહાર વિરોધ પ્રદર્શનો થયા હતા અને માનસરોવરમાં રસ્તાઓ બ્લોક કરવામાં આવ્યા હતા.

આ પણ વાંંચો: સુખદેવ સિંહની હત્યા કેસમાં પણ લોરેન્સ ગેંગનું કનેક્શન, જાણો કોણે લીધી જવાબદારી

Back to top button