ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ભાજપના 10 સાંસદોએ આપ્યાં રાજીનામાં, જાણો શું થયું ?

Text To Speech
  • વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ ભાજપે લીધો મોટો નિર્ણય
  • ચૂંટણી જીતીને આવેલા ભાજપના 10 સાંસદોએ આપ્યા રાજીનામાં

નવી દિલ્હી, 6 ડિસેમ્બર : પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ ભાજપે બુધવારે મોટો નિર્ણય લીધો છે. ચૂંટણીમાં જીતેલા સાંસદોએ સંસદના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. બુધવારે આવા 10 સાંસદોએ તેમના રાજીનામાં સુપરત કર્યા છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભાજપે જંગી જીત મેળવી છે. આ ચૂંટણીમાં જીતેલા સાંસદોએ સંસદના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. એટલે કે હવે આ નેતાઓ વિધાનસભાના સભ્ય જ રહેશે. ભાજપના આ નિર્ણયને મોટી રણનીતિનો ભાગ માનવામાં આવી રહ્યો છે.

આ સાંસદોમાં મધ્યપ્રદેશમાંથી નરેન્દ્રસિંહ તોમર, પ્રહલાદ પટેલ, રાકેશ સિંહ, રીતિ પાઠક, ઉદય પ્રતાપ સિંહ તો છત્તીસગઢમાંથી ગોમતી સાંઈ, અરુણ સાવનો સમાવેશ કરવામાં આવે છે. બીજી તરફ રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં જીતેલા રાજ્યવર્ધન રાઠોડ અને કિરોડી લાલ મીણાના રાજીનામું આપી શકે છે. તેમજ બાબા બાલકનાથ અને દિયા કુમારી પણ રાજીનામું આપવાના હતા પરંતુ તેઓ આવ્યા ન હતા.

 

પાંચમાંથી ત્રણ રાજ્યોમાં ભાજપે બનાવી પોતાની સરકાર

ઉલ્લેખનીય છે કે, ભાજપે ત્રણ રાજ્યો જેવા કે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં સરકાર બનાવી છે. જ્યારે તેલંગાણામાં આઠ બેઠકો જીતી છે. ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 21 સાંસદોને ટિકિટ આપી હતી. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં સાત-સાત સાંસદોએ ચૂંટણી લડી હતી. તે જ સમયે, છત્તીસગઢમાં ચાર અને તેલંગાણામાં ત્રણ સાંસદોને વિધાનસભામાં ટિકિટ આપવામાં આવી હતી. હવે ભાજપ હાઈકમાન્ડે વિધાનસભા ચૂંટણીમાં જીતેલા સાંસદોને મળ્યા અને સંસદ સભ્યપદ છોડવાનો નિર્ણય કર્યો છે. પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે તમામ સભ્યો રાજીનામું આપવા માટે સ્પીકરને મળવા આવ્યા હતા.

આ પણ વાંચો :INDIA ગઠબંધનની બેઠક હવે 17 ડિસેમ્બરે યોજાશે

Back to top button