- અકસ્માતમાં કોઈ જાનહાની થઇ નથી
- ઓવરસ્પીડમાં આવતો ટ્રક પલટ્યો હતો
- અકસ્માત થતા રોડ પર ટ્રાફિકજામ થયો
અમદાવાદમાં ઝાયડ્સ બ્રિજ પર અકસ્માત થયો છે. જેમાં ઓવરસ્પીડના કારણે ટ્રક પલટી ગઇ છે. લોકોમાં ચર્ચા છે કે ઝાયડ્સ બ્રિજ પર ફિલ્મ ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ જેમ ટ્રક આવી હતી અને પલ્ટી ગઇ છે. જેમાં ઓવરસ્પીડમાં આવતો ટ્રક પલટ્યો હતો.
આ પણ વાંચો: ગુજરાતમાં 24 કલાકમાં ઠંડીમાં નોંધપાત્ર વધારો, જાણો કયુ શહેર ઠંડુગાર થયુ
અકસ્માતમાં કોઈ જાનહાની થઇ નથી
ઉલ્લેખનીય છે કે અકસ્માતમાં કોઈ જાનહાની થઇ નથી. જેમાં ઝાયડ્સ બ્રિજ પર ટ્રકનો અકસ્માત થતા રોડ પર ટ્રાફિકજામ થયો છે. ટ્રક પલટી ખાતા ઝાયડ્સ બ્રિજથી ઝાયડ્સ ચાર રસ્તા તરફ નીચે ઉતરતો રોડ બંધ કરાયો છે. તાજેતરમાં સરખેજ ગાંધીનગર હાઈ વે પર આવેલા ઝાયડસ બ્રિજ પર એક સ્વિફ્ટ કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. ત્યાર બાદ કાર જોરદાર રીતે પલટી મારી ગઈ હતી. અકસ્માતની જાણકારી મળતા બ્રિજ પર ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા.
આ પણ વાંચો: ગુજરાત: ઈલેક્ટ્રિક વ્હિકલ પર સબસિડી મામલે સામે આવ્યા મોટા સમાચાર
વાહનચાલકો ઓવરસ્પિડીંગ કરીને કાર અને મોટા વાહનો ચલાવતા હોય છે
અમદાવાદના પશ્ચિમ છેડા અને ગાંધીનગરને જોડતા વિસ્તારમાં અનેક ઓવરબ્રિજો બનાવવામાં આવ્યા છે. જેનાથી ગાંધીનગર અને અમદાવાદ વચ્ચેની કનેક્ટિવિટીમાં ખાસ્સો વધારો થયો છે. ખુલ્લા અને પહોળા રોડના લીધે ઘણી વાર વાહનચાલકો ઓવરસ્પિડીંગ કરીને કાર અને મોટા વાહનો ચલાવતા હોય છે. આ પરિસ્થિતિમાં ઘણી વાર પાછળથી આવતા વાહન ઓવરટેક કરવાની રીતે અથવા ઘણી વાર કંટ્રોલ ગુમાવવાના કારણે અનેક ગમખ્વાર અકસ્માતો સર્જાતા હોય છે.