- ગાંધીનગરમાં 17 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયુ
- સુરત-ભરૂચ-તાપી-નર્મદામાં હળવો વરસાદ પડી શકે છે
- અમદાવાદમાં 17.5 ડિગ્રી તાપમાન નોંધાયું
ગુજરાતમાં 24 કલાકમાં ઠંડીમાં નોંધપાત્ર વધારો થયો છે. જેમાં નલિયા શહેર ઠંડુગાર થયુ છે. હવામાન વિભાગના જણાવ્યા અુનાસાર અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, તાપી, નર્મદા, છોટા ઉદેપુર તેમજ સુરત-ભરૂચ-તાપી-નર્મદામાં હળવો વરસાદ પડી શકે છે.
આજે કેટલાક ભાગોમાં પણ વરસાદી માહોલ રહે તેવી શક્યતા
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે કેટલાક ભાગોમાં પણ વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. જોકે, પાંચ દિવસ બાદ રાજ્યમાં કમોસમી વરસાદની સંભાવના નહિવત્ છે. આ ઉપરાંત આગામી 2-3 દિવસમાં લઘુતમ તાપમાન 2-3 ડિગ્રી સુધી ઘટતાં ઠંડીમાં આંશિક વધારો અનુભવાશે. આ પછીના 4-5 દિવસ લઘુતમ તાપમાનમાં વધારો થવાની સંભાવના છે. નલિયામાં 10.4 ડિગ્રી અત્યાર સુધી સિઝનનું સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 17.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
ગાંધીનગરમાં 17 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયુ
10-11 ડિસેમ્બરે માવઠુ ત્રાટકી શકે છે. તેમજ પાંચ દિવસ બાદ ફરી કમોસમી વરસાદની શકયતા છે. આ તરફ હવામાન નિષ્ણાતનું કહેવું છે કે હાલ રાજ્યમાં કોઇ પણ માવઠાની શકયતા નથી. પરંતુ 10થી 11 ડિસેમ્બર વચ્ચે ફરી એકવાર માવઠું ગુજરાતમાં પડી શકે છે. 24 કલાકમાં રાજ્યમાં ઠંડીમાં નોંધપાત્ર વધારો થયો છે. પવન અને વાદળછાયા વાતાવારણના કારણે ઠંડી વધી છે. ભુજમાં તાપમાન 15 ડિગ્રી, કંડલા 14 ડિગ્રી, અમરેલી 18 ડિગ્રી, રાજકોટ 17 અને કેશોદ 18 ડિગ્રી, ડીસામાં 16 ડિગ્રી અને ગાંધીનગરમાં 17 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયુ છે.