ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાજપૂત કરણી સેનાના પ્રમુખને કેમ મારવામાં આવ્યા? હત્યારાએ જ આપ્યું કારણ

રાજસ્થાનની રાજધાની જયપુરમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી છે. હત્યા બાદ લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્ય રોહિત ગોદારા કપૂરી સરના ફેસબુક પેજ પર હત્યાની જવાબદારી લેતા એક પોસ્ટ કરવામાં આવી છે, જેમાં સુખદેવ સિંહ ગોગામેડી પર લોરેન્સના દુશ્મનો સાથે કામ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

Rohit facebook post
Rohit facebook post

વાંચો રોહિત ગોદરા કપૂરીસરની ફેસબુક પોસ્ટ પર શું લખ્યું છે…?

“બધા ભાઈઓને રામ-રામ, હું રોહિત ગોદારા કપૂરીસર, ગોલ્ડી બરાર… ભાઈઓ, આજે સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાની સંપૂર્ણ જવાબદારી આપણે લઈએ છીએ. અમે આ હત્યા કરાવી છે. ભાઈઓ, હું તમને કહેવા માંગુ છું કે તે આપણા દુશ્મનો સાથે સહયોગ કરતો હતો. તેમને સંપૂર્ણપણે મજબૂત કરવા માટે કામ કરતો હતો અને વાત અમારા દુશ્મનોની તો, તે લોકો તેમના ઘરના દરવાજે તેમની અર્થી તૈયાર રાખે, અમે તેમને ટૂંક સમયમાં મળીશું!”

કોણ છે રોહિત ગોદારા, જેણે આપી હત્યાની જવાબદારી?

રોહિત ગોદારા બિકાનેરના લુંકરણસર વિસ્તારના કપૂરીસરનો રહેવાસી છે. 19 વર્ષની ઉંમરે તેણે ગુનાની દુનિયામાં પ્રવેશ કર્યો. સૌથી પહેલા રોહિત ગોદારા સામે નોખાના એક વ્યક્તિને ધમકી આપવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો. રોહિત ગોદરા રાજુ થેહત હત્યા કેસમાં પણ સામેલ હતો. તે સમયે પણ રોહિત ગોદારાએ રાજુ થેહતની હત્યાની જવાબદારી લીધી હતી.

18થી વધુ વખત જેલ જઈ ચુક્યો છે રોહિત

રોહિત ગોદારા અત્યાર સુધી 18 થી વધુ વખત જેલ જઈ ચુક્યો છે. ગોદરા માત્ર પોતાની ગેંગ જ ચલાવતો ન હતો પરંતુ મોનુ ગેંગ અને ગુથલી ગેંગને પણ ચલાવતો હતો. રોહિત ગોદારા સામે ઇન્ટરપોલે રેડ કોર્નર નોટિસ પણ જારી કરી હતી. રોહિત ગોદારા લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સૌથી મોટો ગુનેગાર માનવામાં આવે છે. ઘટનાને અંજામ આપ્યા બાદ રોહિત અવારનવાર અન્ય દેશોમાં જતો રહે છે.

જ્વેલર્સ પાસેથી રૂ.5 કરોડની ખંડણી માંગી

રેન્સ વિશ્નોઈ ગેંગના ગેંગસ્ટર રોહિત ગોદારાનો લાંબો ગુનાહિત ઈતિહાસ છે. તેણે અગાઉ પણ રાજસ્થાનના બિકાનેર જિલ્લાના એક જ્વેલર પાસેથી 5 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. જૂન 2023માં ખંડણી માંગતી વખતે તેણે ધમકી આપી હતી કે જો રકમ નહીં પહોંચાડી તો તને મારી નાખીશ. તે સમયે રોહિત ગોદારાએ જ્વેલર્સને કહ્યું હતું કે, બિકાનેરમાં તેની પાસે 2000 લોકો છે.

સુખદેવ સિંહની હત્યા પર કરણી સેના શું કહ્યું?

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા બાદ કરણી સેનાએ રાજસ્થાન પોલીસ પર નિશાન સાધ્યું છે. કરણી સેનાના વડા સૂરજ પાલ સિંહ ‘અમ્મુ’એ કહ્યું કે અમારા જેવા કામ કરતી સંસ્થાઓને દરરોજ ધમકીઓ મળતી રહે છે. અમે રાજસ્થાન પોલીસને ઘણી વખત આ અંગે જાણ કરી છે અને તેમની પાસેથી સુરક્ષા પણ માંગી છે, પરંતુ અમને સુરક્ષા આપવામાં આવી નથી.

Back to top button