ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

હિન્દીભાષી રાજ્યો ગૌમૂત્ર રાજ્યો છેઃ DMKના સાંસદનો સંસદમાં બફાટ

Text To Speech

નવી દિલ્હી, 05 ડિસેમ્બર: લોકસભાના શિયાળુ સત્રના બીજા દિવસે તમિલનાડુના ધર્મપુરીના DMK સાંસદ સેંથિલ કુમારે ગૃહમાં વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, આ દેશની જનતાએ વિચારવું જોઈએ કે આ ભાજપની તાકાત માત્ર હિન્દી ભાષી રાજ્યોમાં ચૂંટણી જીતવામાં છે, જેને આપણે સામાન્ય રીતે ‘ગૌમૂત્ર’ રાજ્યો કહીએ છીએ. જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન (સુધારા) બિલ 2023 પર સંસદમાં બોલતા DMK નેતાએ હિન્દી ભાષા ધરાવતા રાજ્યોને ‘ગૌમૂત્ર રાજ્યો’ ગણાવ્યા હતા. જો કે, તેમના આ નિવેદન બાદ ભાજપના નેતાઓએ આકરા પ્રહારો કર્યા છે.

અગાઉ પણ વિવાદિત ટિપ્પણી કરી હતી

ડીએમકે સાંસદે આક્ષેપ કર્યો હતો કે ભાજપ આ રાજ્યો પર ‘પરોક્ષ શાસન’ કરવા માટે તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કર્ણાટક જેવા દક્ષિણ ભારતીય રાજ્યોને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેરવી શકે છે.

આ પહેલીવાર નથી બન્યું જ્યારે DMK નેતાએ સંસદની અંદર ગૌમૂત્ર પર વિવાદાસ્પદ ટિપ્પણ કરી હતી. ફેબ્રુઆરી 2022માં સંસદમાં ગૌમૂત્ર પર નિવેદન આપી ભાજપની મજાક ઉડાવી હતી. એ સમયે રાષ્ટ્રપતિના આભાર પ્રસ્તાવ પરના તેમના ભાષણમાં સેંથિલકુમારે કહ્યું કે જો સરકાર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાગુ કરવા માંગતી હોય તો તેમણે ગૌમૂત્રના રાજ્યોમાં આવું કરવું જોઈએ.

મીનાક્ષી લેખીએ નિવેદનને સનાતન ધર્મનું અપમાન ગણાવ્યું

DMK સાંસદ ડી.એન.વી. સેંથીલકુમાર એસ. ડીએમકેની ‘ગૌમૂત્ર’ ટિપ્પણી પર કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીએ કહ્યું, આ સનાતની પરંપરાનો એક મોટો અનાદર છે. દેશ સનાતની પરંપરા અને સનાતનીઓનું આ પ્રકારનું અપમાન સહન કરશે નહીં. પછી તે ડીએમકે હોય કે બીજા કોઈ પણ હોય. દેશની આસ્થાનું અપમાન કરનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે.

આ પણ વાંચો: વેસ્ટર્ન કમાન્ડના વાઇસ એડમિરલ દિનેશ ત્રિપાઠી ભારતીય નૌકાદળના વાઈસ ચીફ તરીકે નિમાયા

Back to top button