વેસ્ટર્ન કમાન્ડના વાઇસ એડમિરલ દિનેશ ત્રિપાઠી ભારતીય નૌકાદળના વાઈસ ચીફ તરીકે નિમાયા
નવી દિલ્હી, 05 ડિસેમ્બર: ભારત સરકારે એડમિરલ દિનેશ.કે.ત્રિપાઠીને ભારતીય નૌકાદળના વાઈસ ચીફના પદ પર બઢતી આપી છે. તેઓ આવતા વર્ષે જાન્યુઆરીમાં ચાર્જ સંભાળશે. દિનેશ ત્રિપાઠી હાલમાં વેસ્ટર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ તરીકે સેવા આપી રહ્યા છે. દિનેશ ત્રિપાઠી નેવલ ફિલ્ડમાં ઘણા અનુભવો ધરાવે છે, તેઓ અગાઉ ચીફ ઑફ પર્સનલ, ફ્લીટ કમાન્ડર અને ભારતીય નૌકાદળના ફ્રન્ટ લાઈન ડિસ્ટ્રોયર્સના કમાન્ડના હોદ્દા સંભાળી ચૂક્યા છે.
Western Navy Commander Vice Admiral Dinesh K Tripathi has been appointed as the next Vice Chief of the Indian Navy. Presently heading the Indian Navy’s Western Command headquartered in Mumbai, he will assume his new appointment on January 4 next month.
(File pic) pic.twitter.com/JyS9iSoI47
— ANI (@ANI) December 5, 2023
જ્યારે નૌકાદળના ડેપ્યુટી ચીફ વાઈસ એડમિરલ એસ.જે. સિંહને પશ્ચિમી નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ બંને નિમણૂકો નવા વર્ષની શરૂઆતમાં અમલમાં આવશે. અન્ય નોંધપાત્ર ફેરફારમાં વાઈસ એડમિરલ શ્રીનિવાસ વેન્નમનો સમાવેશ થાય છે, જેઓ હાલમાં ન્યુક્લિયર સેફ્ટી ઈન્સ્પેક્ટર જનરલ તરીકે સેવા આપે છે. તેમને સધર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
Vice Admiral SJ Singh will be the next Western Navy Commander succeeding Vice Admiral Dinesh Tripathi. He is presently the Vice Chief of Naval Staff.
(File pic) pic.twitter.com/yYJGEafywf
— ANI (@ANI) December 5, 2023
નેવી ડે નિમિત્તે નિમણૂક કરાઈ
આ નિમણૂકો મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં નૌકાદળ દિવસની ઉજવણી વચ્ચે થઈ છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ભાગ લીધો હતો. સિંધુદુર્ગ કિલ્લાના ઐતિહાસિક મહત્વને દર્શાવતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, “સિંધુદુર્ગની વિજયી ભૂમિ પરથી નેવી ડેની ઉજવણી ખરેખર અભૂતપૂર્વ ગર્વની ક્ષણ છે. ભારતના ભાગ્યને ઘડવામાં નૌકાદળની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂકતા પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, આ ભારતીય ઈતિહાસનો સમયગાળો છે જે માત્ર 5-10 વર્ષ જ નહીં પરંતુ આવનારી સદીઓ માટે દેશનું ભવિષ્ય લખશે.
નેવી ડે નિમિત્તે ભારતીય નૌકાદળે પોતાની શક્તિનું શાનદાર પ્રદર્શન કર્યું. આ ઇવેન્ટની ખાસિયતમાં અદભૂત એરક્રાફ્ટ કેરિયર INS વિક્રમાદિત્ય પણ સામેલ હતું.
આ પણ વાંચો: કોંગ્રેસને PM મોદીની સલાહઃ આવું જ કરશો તો આગળ પણ નુકસાન વેઠવું પડશે