એનિમલ ફિલ્મે USAમાં તોડ્યો બાહુબલી-2નો રેકોર્ડઃ જાણો OTT રીલીઝ વિશે
- રણબીર કપુર અને રશ્મિકા મંદાનાની ફિલ્મ એનિમલને રિલીઝ થયે આમ તો હજુ એક અઠવાડિયું પણ થયુ નથી, પરંતુ ફેન્સ એ જાણવા માટે આતુર છે કે તે કયા ઓટીટી પ્લેટફોર્મ પર અને ક્યારે રીલીઝ થશે.
રણબીર કપુરની એનિમલ ફિલ્મે કમાણીની બાબતમાં જવાન અને હાઉસફુલ-4 બાદ હવે બાહુબલી-2નો રેકોર્ડ તોડી દીધો છે. ભારતીય બોક્સ ઓફિસ પર પર પહેલા સોમવારની કમાણીની બાબતમાં એનિમલ શાહરુખ અને અક્ષયકુમાર જેવા સ્ટાર્સની ફિલ્મો પર ભારે પડી છે. હવે એક તાજેતરની જાણકારી મુજબ USA કલેક્શનની બાબતમાં આ ફિલ્મે પ્રભાસની બાહુબલી-2ની બીટ કરી છે.
એનિમલે બાહુબલી-2ને પછાડ઼ી
રિલીઝ બાદ પહેલા સોમવારની કમાણીની વાત કરીએ તો એનિમલ માટે આ આંકડો 6.22 લાખનો રહ્યો છે, જ્યારે બાહુબરી-ધ કન્ક્લુઝનની રિલીઝ બાદ પહેલા સોમવારે યુએસએ અને કેનેડામાં 4.93 કરોડ રુપિયાનો બિઝનેસ કર્યો હતો.
કયા OTT પ્લેટફોર્મ પર થશે રીલીઝ?
રણબીર કપુર અને રશ્મિકા મંદાનાની ફિલ્મ એનિમલને રિલીઝ થયે આમ તો હજુ એક અઠવાડિયું પણ થયુ નથી, પરંતુ ફેન્સ એ જાણવા માટે આતુર છે કે તે કયા ઓટીટી પ્લેટફોર્મ પર અને ક્યારે રીલીઝ થશે. આમ તો દર્શકોને આ માટે મોટી રાહ જોવી પડશે. કેમકે એનિમલ મોટા પરદે જબરજસ્ત કમાણી કરી રહી છે. શું કોઈ OTT પ્લેટફોર્મ સાથે મેકર્સને ડીલ થઈ છે? એવું જાણવા મળ્યું છે કે નેટફ્લિક્સે એનિમલના રાઈટ્સ ખરીદ્યા છે. જાણકારી મુજબ એનિમલની OTT રીલીઝ થિયેટર રીલીઝના 45થી 60 દિવસ બાદ થશે. જાન્યુઆરી પહેલા આ ફિલ્મ OTT પર નહીં આવે. હાલમાં ભારતીય બોક્સઓફિસ પર તે 245 કરોડની કમાણી કરી ચુકી છે.
આ પણ વાંચોઃ 2025 સુધી રાહુ રહેશે મીન રાશિમાં, આ લોકોની તકલીફો વધી શકે