ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

આતંકી યાસીન મલિકને મૃત્યુદંડની NIAની માંગ, કેસની સુનાવણી ફેબ્રુઆરી સુધી ટળી

Text To Speech
  • મલિકને ફાંસીની સજાની માંગ કરતી અરજી પર 14 ફેબ્રુઆરીએ થશે સુનાવણી
  • દિલ્હી હાઈકોર્ટ દ્વારા યાસીન મલિકને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રજૂ કરવાનો આદેશ

નવી દિલ્હી, 5 ડિસેમ્બર : દિલ્હી હાઈકોર્ટ દ્વારા અલગતાવાદી યાસીન મલિકને ફાંસીની સજાની માંગ કરતી NIAની અરજીમાં આગામી સુનાવણી 14 ફેબ્રુઆરીએ હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને ત્યારે યાસીન મલિકને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રજૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. NIAએ ટ્રાયલ કોર્ટ દ્વારા આપવામાં આવેલા યાસીન મલિકને આજીવન કેદની સજા ફટકારવાના આદેશને પડાકારવામાં આવ્યો છે અને સજામાં વધારો કરીને મૃત્યુદંડ આપવાની માંગ કરવામાં આવી છે.

 

2022માં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી 

મે 2022માં, જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JKLF) ના વડા મલિકને દિલ્હીની અદાલત દ્વારા આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી અને આતંકવાદી ભંડોળના કેસમાં ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમની સંબંધિત કલમો હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો હતો. યાસીને આરોપો ન લડવાનું પસંદ કર્યું અને તેના બદલે તેણે દોષી કબૂલ્યું. હાફિઝ મુહમ્મદ સઈદ, શબ્બીર અહમદ શાહ, હિઝબુલ મુજાહિદ્દીનના વડા સલાહુદ્દીન, રશીદ એન્જિનિયર, ઝહૂર અહમદ શાહ વતાલી, શાહિદ-ઉલ-ઈસ્લામ, અલ્તાફ અહમદ શાહ, નઈમ ખાન અને ફારૂક અહમદ ડાર જેવા અન્ય લોકો પર પણ આરોપ મૂકવામાં આવ્યા હતા. આ કેસ કથિત આતંકવાદ અને અલગતાવાદી પ્રવૃત્તિઓથી સંબંધિત હતો જેણે 2017માં કાશ્મીર વેલીને ખલેલ પહોંચાડી હતી. આ કેસના સંબંધમાં NIA દ્વારા 2019માં યાસીન મલિકની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો :અમેરિકામાં પ્રચંડ વિસ્ફોટથી ઘર ઉડ્યું, શંકાસ્પદ વ્યક્તિનું પોલીસ પર ફ્લેર ગનથી ફાયરિંગ

 

Back to top button