ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દક્ષિણ ભારતમાં વાવઝોડા માઈચોંગે મચાવ્યો કહેર, ચેન્નઈમાં 8 લોકોએ જીવ ગુમાવ્યા

Text To Speech

ચેન્નઈ, 05 ડિસેમ્બર: બંગાળની ખાડી પર સર્જાયેલ ચક્રવાતી તોફાન ‘માઈચોંગ‘ હવે ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ ગયું છે. 5 ડિસેમ્બરે એટલે આજે તે દરિયાકાંઠે અથડાવાની સંભાવના છે. માઈચોંગની સૌથી વધુ અસર તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને ઓડિશામાં જોવા મળી રહી છે. એક દિવસ અગાઉ અનેક સ્થળોએ ભારે વરસાદ નોંધાયો હતો. ભારતીય હવામાન વિભાગ એટલે કે IMD એ પણ સંભાવના વ્યક્ત કરી છે કે આગામી એક-બે દિવસમાં ભારે વરસાદ પડી શકે છે.

ચેન્નઈમાં ચક્રવાતથી 8 લોકો મૃત્યુ પામ્યા

બંગાળની ખાડી ઉપર આગળ વધી રહેલું ચક્રવાત માઈચોંગ વરસાદને કારણે ચેન્નાઈમાં તબાહી મચાવી રહ્યું છે. ચક્રવાત ટૂંક સમયમાં આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકે તેવી શક્યતા છે. ચેન્નઈમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા આઠ લોકોના મૃત્યુ થયા છે. ચેન્નઈ એરપોર્ટના રનવે પર પાણી ભરાઈ ગયા છે. ચેન્નાઈ એરપોર્ટથી આવતી અને જતી લગભગ 70 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. 33 ફ્લાઈટોને ચેન્નઈથી બેંગલુરુ ડાયવર્ટ કરવામાં આવી છે.

હવામાન વિભાગે ચાર રાજ્યોમાં વરસાદની ચેતવણી આપી

ભારતીય હવામાન વિભાગ (IMD)ને મંગળવારે ગંભીર ચક્રવાતી તોફાન ‘Michong’ ત્રાટકવાની શક્યતા છે. તમિલનાડુ અને આંધ્રપ્રદેશના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. સોમવારે બપોરે 2.30 વાગ્યે માઈચોંગ ચેન્નઈથી લગભગ 100 કિમી ઉત્તર-પૂર્વમાં અને નેલ્લોરથી 120 કિમી દક્ષિણ-પૂર્વમાં કેન્દ્રિત હતું.

તોફાન 5 ડિસેમ્બરની સવારે બાપટલા નજીક નેલ્લોર અને માછલીપટ્ટનમને પાર કરે તેવી શક્યતા છે. આંધ્ર પ્રદેશ સરકારે તિરુપતિ, નેલ્લોર, પ્રકાશમ, બાપટલા, કૃષ્ણા, પશ્ચિમ ગોદાવરી, કોનાસીમા અને કાકીનાડા એમ આઠ જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કર્યું છે. સોમવારે, પુડુચેરીમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં કલમ 144 લાગુ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં 5 દિવસ કમોસમી વરસાદની આગાહી, જાણો કયા પડશે માવઠુ

Back to top button