ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં 5 દિવસ કમોસમી વરસાદની આગાહી, જાણો કયા પડશે માવઠુ

Text To Speech
  • મઘ્ય અને ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરાઇ
  • દાહોદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ વરસાદ રહેશે
  • મહેસાણા, નવસારી સહિતના જિલ્લાઓમાં 19 ડિગ્રી તાપમાનની સંભાવના

ગુજરાતમાં 5 દિવસ કમોસમી વરસાદની આગાહી છે. જેમાં કમોસમી વરસાદની સંભાવના છે. સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી વાતાવરણમાં પલટો આવ્યો છે. મઘ્ય અને ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. દાહોદ,અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, સાબરકાંઠામાં માવઠુ રહેશે.

મઘ્ય અને ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરાઇ

અમદાવાદ, આણંદ, બનાસકાંઠા, ગીરસોમનાથ, મોરબી, મહેસાણા, નવસારી સહિતના જિલ્લાઓમાં 19 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તો બોટાદ, ડાંગ, ગાંધીનગર, જુનાગઢ, મહીસાગર, પંચમહાલ, તાપી સહિતના જિલ્લાઓમાં 21 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી છે. જેમાં આગામી 5 દિવસ સુધી કમોસમી વરસાદની સંભાવના છે. આગામી પાંચ દિવસમાં સામાન્ય વરસાદી ઝાપટા પડશે. તેમજ મઘ્ય અને ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરાઇ છે.

દાહોદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, સાબરકાંઠામાં આગાહી

દાહોદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, સાબરકાંઠામાં વરસાદની આગાહી કરાઇ છે. તેમજ સુરત, નવસારી, તાપીમાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ રહે તેવી સંભાવના છે. સુરત, ભાવનગર,સાબરકાંઠા, અરવલ્લી, ખેડા સહિતના જિલ્લાઓમાં હળવો વરસાદ રહે તેવી સંભાવના છે. તથા અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદમાં વરસાદ પડે તેવી સંભાવના છે.

પોરબંદર, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના

મહિસાગર,છોટાઉદેપુર, સુરત, નર્મદા,ભાવનગરમાં પણ કમોસમી વરસાદ વરસે તેવી સંભાવના છે. તેમજ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી રાજ્યભરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ભાવનગર,દેવભૂમિ દ્વારકા, જામનગર, મહેસાણા, નવસારી, પાટણ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 28 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ અમદાવાદ, બનાસકાંઠા,જુનાગઢ, ખેડા, પોરબંદર, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

Back to top button