મનોરંજન

Koffee With Karan 7 શરૂ થતાં જ કરણ જોહરે કંગના રનૌતને જવાબ આપ્યો મુંહતોડ જવાબ

Text To Speech

ત્રણ વર્ષ પછી કોફી વિથ કરણ 7 એ ધમાકેદાર શરૂઆત કરી. પહેલા જ એપિસોડમાં કરણ જોહરનું દર્દ પણ છલકાયું. અને શો શરૂ થતા જ કરણે ટોલર્સને  જવાબ પણ આપી દીધો. હવે તેની સૌથી મોટી ટ્રોલર કંગના રનૌત છે. આ વાત કોઈનાથી છુપી નથી. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે, શું કરણ જોહરે કંગનાને ઈશારામાં યોગ્ય જવાબ આપ્યો હતો? જાણો શું કહ્યું કરણે.

કરણનું છલકાયું દર્દ

કરણે જણાવ્યું કે એક સમયે એવું લાગ્યું હતું મને કે આ શો ફરી ક્યારેય શરૂ નહીં થાય. આલિયાએ પણ તેને સપોર્ટ કર્યો. કરણે કહ્યું કે તેણે અને આલિયાએ વિચાર્યું ન હતું કે આ શો ફરી પાછો આવશે. કરણે કહ્યું કે ઇન્ડસ્ટ્રીએ છેલ્લા બે વર્ષથી મુશ્કેલ સમય જોયો છે. આ સમય તેના માટે વધુ મુશ્કેલ હતો. તે સરળ સમય ન હતો. જ્યારે કોફી વિથ કરણનું નામ આવે ત્યારે મને ખબર નહોતી પડતી કે સાપની ઇમોજી ક્યાંથી આવી જતી હતી. કરણે કહ્યું  એક સમય એવો હતો જયારે મને લાગ્યું કે આ શોને હું પાછો ક્યારેય નહીં લાવી શકું.મારા વિશે ઘણું બોલવામાં આવતું હતું.

રણવીર સિંહે કરણને સપોર્ટ કર્યો 

કરણ અને આલિયાથી સાથે સાથે રણબીરને પણ હંમેશા લાગતું હતું કે કોફી વિથ કરણ શો ફરી શરૂ થશે. રણવીરે કહ્યું- મને ક્યારેય શંકા નહોતી કે કરણનો આ શો પરત નહી ફરે. કારણ કે આ બધી બાબતો પાયાવિહોણી હતી. આના જવાબમાં કરણે કહ્યું કે મને ખબર છે કે નામ વગરના લોકો ટીવી પર ખોટી વાતો કરતા હતા. મને ખબર નહોતી પડતી કે લોકો મને કેમ સાપ કહેતા હતા.

કંગનાએ કરણને નેપો કિંગ કહ્યો

કંગના અને કરણ વચ્ચેના વિવાદની વાત કરીએ તો તેમનો ઝઘડો ઘણો જૂનો છે. કંગના કરણના શોમાં આવી હતી અને તેને નેપો કિંગ અને મૂવી માફિયા કહેતી હતી. તે દિવસ હતો અને આજનો દિવસ છે કંગના કરણ પર હુમલો કરવાની કોઈ તક છોડતી નથી. જયારે કરણ પણ કંગનાને જવાબ આપવાની કોઈ તક છોડતો નથી

Back to top button