ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પીએમ મોદીએ નેવી ડે કાર્યક્રમમાં ભાગ લીધો, શિવાજીની પ્રતિમાનું અનાવરણ કર્યું

Text To Speech
  • પીએમ મોદી આજે મહારાષ્ટ્રના પ્રવાસે,  ‘નેવી ડે 2023’ કાર્યક્રમમાં PM મોદીએ આપી હાજરી.
  • પીએમ મોદીએ રાજકોટના કિલ્લા ખાતે છત્રપતિ શિવાજીની પ્રતિમાનું કર્યું અનાવરણ.

મહારાષ્ટ્ર, 04 ડિસેમ્બર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના પ્રવાસે છે. ત્યારે તેમણે સિંધુદુર્ગમાં યોજાયેલ નેવી ડે કાર્યક્રમમાં હાજરી આપી હતી. ત્યાર બાદ તેમણે સિંધુદુર્ગમાં રાજકોટ કિલ્લા ખાતે મહાન મરાઠા રાજા છત્રપતિ શિવાજીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.

PM મોદીએ ‘નેવી ડે 2023’ કાર્યક્રમમાં આપી હાજરી.

PM મોદી આજે સોમવારે મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં તરકરલી બીચ પર ભારતીય નૌકાદળના જહાજો, સબમરીન, એરક્રાફ્ટ અને વિશેષ દળોના “ઓપરેશનલ ડિસ્પ્લે” ના સાક્ષી બન્યા છે. અહીં ‘નેવી ડે’ના અવસર પર નૌકાદળ પોતાની લડાયક ક્ષમતાઓનું પ્રદર્શન કરે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટના કિલ્લા ખાતે છત્રપતિ શિવાજીની પ્રતિમાનું અનાવરણ કર્યું છે.

દર વર્ષે અહીં નેવી ડેના અવસર પર ‘ઓપરેશનલ ડિસ્પ્લે’ કરવામાં આવે છે.

દર વર્ષે ‘નેવી ડે’ના અવસર પર ભારતીય નૌકાદળના જહાજો, સબમરીન, એરક્રાફ્ટ અને વિશેષ દળો દ્વારા ‘ઓપરેશનલ ડિસ્પ્લે’ કરવાની પરંપરા છે. આ ઓપરેશનલ ડિસ્પ્લે દ્વારા લોકોને ભારતીય નૌકાદળ દ્વારા કરવામાં આવતી કામગીરીના વિવિધ પાસાઓ જોવાની તક પૂરી પાડે છે. તે રાષ્ટ્રીય સુરક્ષામાં નૌકાદળના યોગદાનને પ્રકાશિત કરે છે અને નાગરિકોમાં દરિયાઈ જાગરૂકતા પણ ઉભી કરે છે.

આ પણ વાંચો: ભારતમાં 14 વર્ષમાં ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં 33 ટકાનો ઘટાડો થયો

Back to top button