ટોપ ન્યૂઝનેશનલ

PM મોદીએ દલાઈ લામા સાથે વાત કરી તો ચીન ભડક્યું, ભારતે પણ આપ્યો જવાબ

Text To Speech

તિબેટના ધાર્મિક નેતા દલાઈ લામા છેલ્લા ઘણા વર્ષોથી ભારતમાં છે, જ્યાંથી તેઓ સમગ્ર વિશ્વમાં તેમના ધર્મ અને સંસ્કૃતિનો પ્રચાર કરી રહ્યા છે. પરંતુ ચીન હંમેશા આનો વિરોધ કરતું આવ્યું છે. ભારત દ્વારા દલાઈ લામાને આશ્રય આપવા સામે ચીને ઘણી વખત વાંધો ઉઠાવ્યો છે. ત્યારે PM મોદીની એક ટ્વિટથી ડ્રેગનને મરચા લાગ્યા છે. હકીકતમાં, 6 જુલાઈએ દલાઈ લામાનો જન્મદિવસ હતો, ત્યારે PM મોદીએ આ અવસર પર તેમને અભિનંદન પાઠવ્યા તો ચીનના પેટમાં ચૂંક આવી છે.

દલાઈ લામાને લઈને ચીને શું કહ્યું?
ચીને દલાઈ લામા પર PM મોદીના સ્ટેન્ડને લઈને પણ સલાહ આપી હતી. ચીને જારી કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તિબેટ ચીનનો આંતરિક મામલો છે. આમાં કોઈ બહારની શક્તિએ દખલ ન કરવી જોઈએ. ભારતે દલાઈ લામાના ચીન વિરોધી અલગતાવાદી સ્વભાવને ઓળખવો જોઈએ.

ભારતે પણ આપ્યો જવાબ
જો કે ચીનના આ વાંધાને ભારત તરફથી પણ જવાબ આપવામાં આવ્યો હતો. જેમાં ભારતે કહ્યું કે અમારા માટે દલાઈ લામા સન્માનિત મહેમાન છે. દરેક લોકોએ તેને આ દૃષ્ટિકોણથી જોવું જોઈએ. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે દલાઈ લામા એક ધાર્મિક નેતા છે જેમના અનુયાયીઓ મોટી સંખ્યામાં છે. તેમને ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યો માટે મુક્તિ આપવામાં આવી છે.

તિબેટના ધર્મગુરુ દલાઈ લામાના જન્મદિવસ નિમિત્તે PM મોદીએ દલાઈ લામાને શુભેચ્છા પાઠવી અને તેમના સારા સ્વાસ્થ્યની કામના કરી. PMએ પોતે જણાવ્યું કે તેમને દલાઈ લામા સાથે ફોન પર વાત કરી હતી. પરંતુ દર વખતની જેમ આ વખતે પણ ચીને PM મોદી અને દલાઈ લામા વચ્ચેની વાતચીત પર વાંધો ઉઠાવ્યો છે.

Back to top button