ટ્રેન્ડિંગનેશનલ

જોધપુરની એક દુકાનમાં 75 વર્ષથી સતત સળગી રહ્યો છે ચૂલો, શું છે ખાસિયત ?

Text To Speech
  • રાજસ્થાનના જોધપુરમાં દાયકાઓથી ચાલી રહેલી દુકાનના માલિકે દુકાન અંગે ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે વર્ષ 1949માં દુકાન શરૂ થઈ ત્યારથી અહીં ક્યારેય ચૂલો બુઝાયો જ નથી.

જોધપુર, 04 ડિસેમ્બર: ભારત એક એવો દેશ છે કે, જો કોઈ નવો ધંધો ચાલુ કરે અને તે સારી રીતે ચાલી જાય તો બિઝનેસ તેમના વંશજોને સોપવામાં આવે છે અને તે બિઝનેસ એક પ્રકારનો પારિવારિક વ્યવસાય બની જાય છે. આવી દુકાનોનો પણ પોતાનો વિશેષ ઇતિહાસ હોય છે. આવી જ રીતે રાજસ્થાનના જોધપુરમાં એક દૂધની દુકાન છે જે અચાનક ચર્ચામાં આવી ગઈ છે.

 

અહીં દાયકાઓથી ચાલતી દુકાનના માલિક વિપુલ નિકુબે કેટલીક ચોંકાવનારી વાતો કહી છે. તેમણે કહ્યું છે કે, ‘મારા દાદાએ 1949માં આ દુકાન ખોલી હતી અને તે દિવસથી આજદિન સુધી અહીંના ચૂલાની આગ બુઝાઈ નથી. દુકાન દરરોજ 22 થી 24 કલાક ખુલ્લી રહે છે. અહીં પરંપરાગત રીતે કોલસા અને લાકડા પર દૂધ ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળવામાં આવે છે. ગ્રાહકો આવે છે અને ગરમ દૂધ પીવે છે અથવા ઘરે લઈ જાય છે’.

 

તેમણે કહ્યું કે, ‘અમારી દૂધની દુકાન પ્રખ્યાત છે, લોકો તેને ખૂબ જ પસંદ કરે છે. દૂધ દરેકના રોજીંદા જીવનમાં વપરાય છે, દૂધ ગ્રાહકોને પોષણ અને શારીરિક શક્તિ પ્રદાન કરે છે. જેના કારણે દૂધની માંગ વધારે રહે છે. જેથી અમે અહીં વર્ષોથી આ બિઝનેસને ચલાવી રહ્યા છીએ’.

આમ જોવા જઈએ તો દૂધનો ધંધામાં ક્યારે મંદી આવતી નથી કારણ કે ભારતમાં દૂધ અને દૂધમાંથી બનેલી ઘણી વાનગીઓ પ્રત્યે લોકોનો પ્રેમ એવો છે કે મંદીમાં પણ દૂધના ધંધામાં ભાગ્યે જ અસર થતી હોય છે. જેના કારણે જોધપુરમાં આવેલી આ દૂધની દુકાન વર્ષોથી સારી રીતે ચાલી રહી છે.

દૂધ દુકાન માલિકે કહ્યું કે, ‘આજે લગભગ 75 વર્ષ થઈ ગયા છે આ દુકાન સતત ચાલી રહી છે, આ દૂધનો ધંધો અમારો પારિવારિક વ્યવસાય છે. જે અમે પેઢી દર પેઢી કામ કરીએ છીએ. હું આ તેની ત્રીજી પેઢીમાંથી છું, અને આ દુકાન અહીંની પરંપરા બની ગઈ છે’.

આ પણ વાંચો: બોલો! ઉત્તર પ્રદેશના કૌશાંબીમાંથી 50 મીટર ઉંચો મોબાઈલ ટાવર ચોરાયો, જાણો પછી શું થયું

Back to top button