અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલબિઝનેસમધ્ય ગુજરાતસાયન્સ એન્ડ ટેકનોલોજી

WhatsAppએ વપરાશકર્તાઓ માટે લાવી રહ્યું છે નવું અનોખું ફીચર, જાણો તે શું છે ?

  • WhatsApp વપરાશકર્તાઓને Instagram પર સ્ટેટસ અપડેટ શેર કરવાની આપશે મંજૂરી
  • સોશિયલ મીડિયા જાયન્ટ મેટાએ વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામને એક કરવા પર કામ કરી રહી છે
  • નવા અપડેટમાં સ્ટેટસ અપડેટ્સને ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઓમાં સીધું જ શેર કરવાનું ફીચર જોવા મળશે 

નવી દિલ્હી, 4 ડિસેમ્બર : માર્ક ઝકરબર્ગની માલિકીની કંપની Meta તેના બે લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એવા વોટ્સએપ(WhatsApp) અને ઇન્સ્ટાગ્રામને એક કરવા પર કામ કરી રહી છે. જેનો અર્થ એ છે કે, વપરાશકર્તાઓ ટૂંક સમયમાં તેમના વોટ્સએપ સ્ટેટસ અપડેટ્સને તેમની ઇન્સ્ટાગ્રામ (Instagram) સ્ટોરીઓમાં સીધા જ શેર કરી શકશે. નવી સુવિધા પર હાલ કામ ચાલી રહ્યું છે, પરંતુ આ અપડેટ વોટ્સએપ એપ્લિકેશનના નવીનતમ બેટા વર્ઝનમાં જોવા મળ્યું છે.

 

WABetaInfoના જણાવ્યા મુજબ, વપરાશકર્તાઓ પસંદ કરી શકશે કે તેઓ તેમના સ્ટેટસ અપડેટ્સને Instagram પર શેર કરવા માગે છે કે નહીં. વપરાશકર્તાઓ કયા સ્ટેટસ અપડેટ્સ શેર કરવામાં આવે છે તે નિયંત્રિત કરવામાં પણ સક્ષમ હશે.

ઇસ્ટાગ્રામમાં પણ વોટ્સએપ સ્ટેટસ શેર કરી શકાશે !

WABetaInfoએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, “બેટા વર્ઝનના Android 2.23.25.20 અપડેટમાં શું નવીનતમ છે ?, જે Google Play Store પર ઉપલબ્ધ છે. અમે શોધી કાઢ્યું છે કે વોટ્સએપએ ઇસ્ટાગ્રામમાં સ્ટેટસ અપડેટ્સ શેર કરવા માટે વૈકલ્પિક સુવિધા પર કામ કરી રહ્યું છે, અને તે એપ્લિકેશનના ભવિષ્યમાં આવનારા અપડેટમાં ઉપલબ્ધ થશે!”

રિપોર્ટ અનુસાર, ફેસબુક (Facebook) પર સ્ટેટસ અપડેટ્સ શેર કરવાનો વિકલ્પ ઉમેર્યા બાદ, વોટ્સએપ હવે આ વિકલ્પને ઇન્સ્ટાગ્રામ (Instagram) સાથે સુસંગત બનાવવા માટે તેમજ શેરિંગ ફીચરને વધારવા માટે કામ કરી રહ્યું છે અને તેને ભવિષ્યમાં રજૂ કરવાની યોજના બનાવી રહ્યું છે. અહેવાલમાં જણાવાયું છે કે વપરાશકર્તાઓ તેમની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી ઓડિયન્સને મેનેજ કરીને જે સામગ્રી શેર કરવા માંગે છે તેના પર હંમેશા નિયંત્રણ રાખી શકશે.

નવા ફિચરથી શું ફાયદાઓ થશે ?

આ સુવિધા વપરાશકર્તાઓનો સમય બચાવે છે એટલું જ નહીં પણ વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ વચ્ચે સામગ્રી શેર કરવાની વિશ્વસનીયતા અને સુસંગતતામાં પણ સુધારો કરે છે. એ નોંધવું અગત્યનું છે કે આ સુવિધા વૈકલ્પિક હશે, જે વપરાશકર્તાઓને તેમની પસંદગીઓના આધારે તેને સક્ષમ અથવા અક્ષમ કરવાની પસંદગી આપશે. WABetaInfoએ અહેવાલમાં જણાવ્યું હતું કે “અમે માનીએ છીએ કે વપરાશકર્તાઓને ઇન્સ્ટાગ્રામ પર સ્ટેટસ અપડેટ્સ શેર કરવાની મંજૂરી આપવા માટે એક સુવિધાને સંકલિત કરવાથી ઘણા ફાયદા મળી શકે છે, જેમાં સમયની બચત મુખ્ય છે. વાસ્તવમાં, વપરાશકર્તાઓને તેમના વોટ્સએપ સ્ટેટસ અપડેટ્સ સીધા  ઇન્સ્ટાગ્રામ પર શેર કરવાની મંજૂરી આપવાથી બહુવિધ પ્લેટફોર્મ્સ પર તેમની સ્થિતિ અપડેટ કરવાની પ્રક્રિયામાં વધારો થાય છે.”

વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ પર અલગ-અલગ અપડેટ્સ બનાવવા અને પોસ્ટ કરવાને બદલે યુઝર્સ એક જ સ્ટેપમાં એક્શનને એક્ઝિક્યુટ કરી શકશે. આ એકીકરણ દ્વારા મેળવેલી કાર્યક્ષમતા વપરાશકર્તાઓને બંને પ્લેટફોર્મ પર તેમના પ્રેક્ષકો સાથે વધુ સહેલાઇથી જોડાવા મદદ કરશે.

આ પણ જુઓ :OpenAIએ લોન્ચ કર્યું SantaGPT, ફક્ત આ લોકો જ કરી શકશે તેનો ઉપયોગ

Back to top button