ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મિઝોરમમાં સત્તા પરિવર્તન, ભાજપના સાથીપક્ષની હાર: ZPM બેઠક પર આગળ

આઈઝોલ (મિઝોરમ), 04 ડિસેમ્બર: મિઝોરમ વિધાનસભા ચૂંટણીના પરિણામોની મતગણતરી ચાલુ છે. ટ્રેન્ડ સામે આવી રહ્યા તેને જોતા ઝોરમ પીપલ્સ મૂવમેન્ટ પાર્ટી રાજ્યમાં સરકાર બનાવવા જઈ રહી છે. ZPM હાલમાં 27 સીટો પર આગળ છે. સત્તારૂઢ મિઝો નેશનલ ફ્રન્ટ 10 બેઠકો સુધી મર્યાદિત છે. ભાજપ 2 બેઠક સાથે આગળ છે. જ્યારે કોંગ્રેસની સ્થિતિ ખૂબ જ ખરાબ દેખાઈ રહી છે તેને માત્ર એક જ બેઠક મળી છે. જો કે, મિઝોરમના મુખ્યમંત્રી જોરામથાંગા આઈઝોલ ઈસ્ટ-1 સીટ પરથી 2101 વોટથી ચૂંટણી હારી ગયા છે.

ZPMના મુખ્યમંત્રી પદના ઉમેદવાર લાલદુહોમા સેરછિપ વિધાનસભા બેઠક પરથી લીડ મેળવી છે. બેઠક પર લીડ મેળવ્યા બાદ તેમણે કહ્યું કે, મિઝોરમ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. હાલની સરકાર પાસેથી આપણે આ વારસો મેળવી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે, અમે ચોક્કસથી નાણાકીય સુધારા કરીશું. જો કે, ઝોરમ પાર્ટી હાલમાં બહુમત તરફ છે તેને જોતા એમ જ સ્પષ્ટ થાય છે કે, લાલદુહોમા મિઝોરમના આગામી મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.

જાણો ZPM નો ઈતિહાસ શું રહ્યો છે?

74 વર્ષીય ભૂતપૂર્વ IPS અધિકારી લાલદુહોમાએ 1984ની લોકસભા ચૂંટણી મિઝોરમથી કોંગ્રેસની ટિકિટ પર જીતી હતી. 2018ની વિધાનસભા ચૂંટણીમાં તેમની પાર્ટી ઝોરમ પીપલ્સ મૂવમેન્ટ એક ગઠબંધન પાર્ટીમાં જોડાયા હતા.જો કે, આ ગઠબંધન પક્ષને તે સમયે સત્તાવાર પક્ષ તરીકે ભારતના ચૂંટણી પંચ તરફથી માન્યતા મળી શકી ન હતી. લાલદુહોમા બે મતદારક્ષેત્રમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા અને જીત્યા. ZPM મુખ્ય વિરોધ પક્ષ બનવા માટે 8 વિધાનસભા બેઠકો જીતી હતી. ZPM પાર્ટીનો જન્મ દિલ્હીમાં AAP જેવા આંદોલનમાંથી થયો હતો. આ પાર્ટીના મોટાભાગના ઉમેદવારો યુવા અને 50 વર્ષથી ઓછી ઉંમરના છે. તેઓ શહેરી વિસ્તારોમાં લોકપ્રિય છે.

કોણ છે લાલદુહોમા?

મિઝોરમના તુઆલપુઈ ગામમાં 22 ફેબ્રુઆરી 1949ના રોજ જન્મેલા લાલદુહોમા રાજકીય સફર પડકારોથી ભરેલી રહી છે. લાલદુહોમાએ તેમની IPS કારકિર્દી દરમિયાન ગોવામાં સ્કોટ લીડર તરીકે સેવા આપી હતી. ત્યારે તેમણે મોટી દાણચોરી થતાં અટકાવી હતી. તેમની આ સિદ્ધિની રાષ્ટ્રીય સ્તરે ચર્ચા થવા લાગી. જેના પરિણામે 1982માં વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના સુરક્ષા પ્રભારી તરીકે નવી દિલ્હીમાં ટ્રાન્સફર થયું.

ઈન્દિરા ગાંધીથી પ્રભાવિત થઈને તેમણે 1984માં રાજકારણમાં પ્રવેશ કર્યો.ભારતીય પોલીસ સેવામાંથી રાજીનામું આપીને કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા. ત્યારબાદ તેઓ 31 મે 1984ના રોજ મિઝોરમ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. તેમની રાજકીય કારકિર્દીને આંચકો ત્યારે લાગ્યો જ્યારે તેઓ સાંસદમાં ગેરલાયક ઠેરવવામાં આવ્યા.

24 નવેમ્બર,1988ના રોજ લોકસભાના સ્પીકર લાલદુહોમાને ગેરલાયક ઠેરવ્યા. ત્યારે તેઓ ભારતમાં પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ ગેરલાયક ઠરનારા પ્રથમ સાંસદ બન્યા. તેમણે 1986માં મિઝો નેશનલ યુનિયન (MNU)ની રચના કરી, જે પાછળથી મિઝોરમ પીપલ્સ કોન્ફરન્સમાં ભળી ગઈ, અને તેના કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા.

આ પણ વાંચો:  મિઝોરમ વિધાનસભાની 40 બેઠકો માટે મતગણતરી શરૂ, ત્રિકોણીય જંગ

Back to top button