પાકિસ્તાનઃ મોહેન્જો-દડોમાં ખોદકામ દરમિયાન મળ્યો 2 હજાર વર્ષ જૂનો ખજાનો
મોંહે જો દડો, 04 ડિસેમ્બર: પાકિસ્તાનમાં આવેલા ઐતિહાસિક સ્થળ મોહેં-જો-દડો પરથી 2000 વર્ષ જૂના અવશેષો મળી આવ્યા છે. આ સ્થળ પર બનેલા ઐતિહાસિક બૌદ્ધ મંદિરમાંથી તાંબાના સિક્કા મળ્યા છે. જે કુશાણ સામ્રાજ્યના સમયના માનવામાં આવે છે. કુશાણ સામ્રાજ્ય દરમિયાન બૌદ્ધ ધર્મને વ્યાપક લોકપ્રિયતા મળી. આ બૌદ્ધ તીર્થસ્થાનોનું બીજું નામ સ્તૂપ છે. LiveScienceએ આ ખજાનાને લઈને એક રિપોર્ટ શેર કર્યો છે. જે ઈસવીસન પૂર્વે (BC) 2600 ના સમયનો છે.
16-11-2023: (Day Two)
View of Salvage Operation carried out by Dr. Syed Shakir Ali Shah (Director MJD) & Staff at Buddhist Stupa of Mohenjodaro. Today a Copper Coins hoard was found during the conservation work from west of stupa and monastery. pic.twitter.com/sVhEXGF6Z6— Sheikh Javed Ali Sindhi (@oxycanus) November 16, 2023
આર્કિયોલોજિસ્ટ અને ગાઈડ શેખ જાવેદ અલી સિંધીનું કહેવું છે કે, આ સ્તૂપ મોહેં-જો-દડોના ખંડેર પર 1600 વર્ષ પછી બનાવવામાં આવ્યો હતો. શેખ જાવેદ અલી સિંધીની આગેવાની હેઠળની ટીમે મોહેં-જો-દડોમાં દિવાલ ધરાશાયી થયા બાદ ખોદકામનું કામ કરતા હતા ત્યારે અચાનક જ સિક્કાઓનો ભંડાર મળી આવ્યો હતો. આર્કિયોલોજીના નિયામક સૈયદ શાકિર શાહે મોહેં-જો-દરો સાઇટ પર આ પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું હતું. સિંધીના કહેવા પ્રમાણે, હવે સિક્કાઓને પુરાતત્વીય પ્રયોગશાળામાં સાફ કરીને રાખવામાં આવશે. માનવામાં આવે છે કે દાયકાઓ પહેલા અહીં તાંબાના સિક્કાઓ દફનાવાયા હશે.
જાણકારોના મતે સિક્કાઓની સંખ્યા 1,000 થી 1,500 ની વચ્ચે છે. જેનું વજન લગભગ 5.5 કિલો છે. સિક્કાઓ પર સ્થાયી આકૃતિઓ મળી આવી છે. નિષ્ણાતો માને છે કે આ કુશાણ રાજાઓની હોઈ શકે છે. આ સિક્કા 1931 પછી સ્તૂપના ખંડેરમાંથી મળેલી આ પહેલી આકૃતિઓ છે. અગાઉ બ્રિટિશ પુરાતત્વવિદ્ અર્નેસ્ટ મેકે ને અહીં 1,000થી વધુ તાંબાના સિક્કા મળ્યા હતા. ઐટલું જ નહીં, 1920 ના દાયકામાં સ્તૂપમાં વધુ સિક્કાઓ મળી આવ્યા હતા.
મોહેં-જો-દડો સિંધુ ખીણની સંસ્કૃતિની સૌથી મોટી વસાહત હતી. પરંતુ ઈસવીસન પૂર્વે (BC) 1700 માં, તેમની સ્થિતિ સિંધુ ખીણની સંસ્કૃતિની અન્ય વસાહતો જેવી બનવા લાગી. આટલી વિશાળ સંસ્કૃતિનો અંત કેવી રીતે આવ્યો તે હજુ પણ ઇતિહાસકારો માટે એક મોટું રહસ્ય છે.
આ પણ વાંચો: ગુજરાત સરકારે IT/ITeS નીતિ 2022-27 રજૂ કરી, 1 લાખથી વધુ યુવાનોને નોકરીની તક