વાવાઝોડાને લઈ કેન્દ્ર એલર્ટ: તમિલનાડુ-આંધ્રપ્રદેશમાં શાળાઓ બંધ, 144 ટ્રેનો રદ કરાઈ
ચેન્નઈ, 04 ડિસેમ્બર: હાલમાં દક્ષિણના રાજ્યોમાં નવા તોફાન ‘માઈચોંગ‘નો ખતરો મંડરાઈ રહ્યો છે. આ વાવાઝોડું 4 ડિસેમ્બરે તમિલનાડુના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. આ સાથે આ ચક્રવાતી તોફાન પૂર્વીય દરિયાકાંઠાના વિસ્તારોને પણ અસર કરી શકે છે. આ વાવાઝોડાના સંભવિત ખતરાનો સામનો કરવા માટે રાજ્ય સરકારે સાવચેતીના પગલાં લીધા છે. આ જ કારણ છે કે પુડુચેરી અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના જિલ્લાઓમાં શાળાઓને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
#WATCH | Tamil Nadu: Heavy rainfall in Chennai causes massive waterlogging in parts of the city.
(Visuals from Ashok Nagar area of the city) pic.twitter.com/i0N9NJb8Hl
— ANI (@ANI) December 4, 2023
હવામાન વિભાગે તમિલનાડુ અને પુડુચેરીમાં વરસાદ, તોફાન અને વીજળી પડવાની ચેતવણી જારી કરી છે. સરકારે ખાનગી કંપનીઓને તેમના કર્મચારીઓને ઘરેથી કામ કરવા માટે કહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું કે તેઓ ચક્રવાત ‘માઈચોંગ’ને લઈને દેશના પૂર્વીય દરિયાકાંઠાના રાજ્યોની સરકારોના સતત સંપર્કમાં છે. ચક્રવાતને જોતા દક્ષિણ મધ્ય રેલવેએ 144 ટ્રેનો રદ કરી છે.
Cyclonic Storm Michaung lay centered over Westcentral & adjoining Southwest Bay of Bengal off south Andhra Pradesh and adjoining north Tamil Nadu coasts at 0530 hrs on 4th December. Likely to move north-northwestwards, intensify & cross between Nellore and Machilipatnam close to… pic.twitter.com/7jl92KDvhH
— ANI (@ANI) December 4, 2023
ચક્રવાત ‘માઈચોંગ’નો સામનો કરવા માટે, NCMC એટલે કે નેશનલ ક્રાઈસિસ મેનેજમેન્ટ કમિટીએ કહ્યું છે કે NDRF એટલે કે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સે લગભગ 21 ટીમો તૈનાત કરી છે.
પીએમ મોદીએ રાજ્ય સરકાર સાથે વાત કરી
પીએમ મોદીએ તમિલનાડુ, પુડુચેરી, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં ભાજપના કાર્યકરોને રાહત અને બચાવ કાર્યમાં જોડાવા અને સ્થાનિક પ્રશાસનને મદદ કરવા વિનંતી કરી. બીજેપી હેડક્વાર્ટર ખાતે ચૂંટણી જીત પરના તેમના સંબોધન દરમિયાન, પીએમએ કહ્યું, માઈચોંગ ચક્રવાત પૂર્વીય દરિયાકાંઠાના વિસ્તારોને અસર કરી શકે છે. કેન્દ્ર સરકાર રાજ્ય સરકારોના સતત સંપર્કમાં છે અને તેમને મદદ કરી રહી છે.
આ પહેલા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય. એસ. જગન મોહન રેડ્ડી સાથે વાત કરી અને તેમને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી.
આ પણ વાંચો: ફરી આવી રહ્યું છે ચક્રવાતી તોફાન! આ રાજ્યોમાં થશે વરસાદ