ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

ફિલિપાઈન્સમાં ફરીથી શક્તિશાળી ભૂકંપ અનુભવાયો, તીવ્રતા 6.8 માપવામાં આવી

Text To Speech
  • ભૂકંપનું કેન્દ્રબિંદુ મિંડાનાઓમાં 82 કિમીની ઊંડાઈએ નોંધાયું
  • મધ રાત્રે લગભગ 01.20 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા

નવી દિલ્હી, 4 ડિસેમ્બર : ફિલિપાઈન્સમાં રવિવાર અને સોમવારની વચ્ચે રાત્રે ફરીથી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની રિક્ટર સ્કેલ પર 6.8ની તીવ્રતા માપવામાં આવી હતી. નેશનલ સિસ્મોલોજીકલ સેન્ટરના જણાવ્યા મુજબ, ભૂકંપ મધ રાત્રે લગભગ 01.20 કલાકે અનુભવાયો હતો. જેનું કેન્દ્ર મિંડાનાઓમાં 82 કિમીની ઊંડાઈએ હતું. અત્યાર સુધી આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી જાણવા મળી નથી.

 

ફિલિપાઈન્સમાં રવિવારે સાંજે પણ ભૂકંપના આંચકાથી લોકો ગભરાઈ ગયા હતા. આ ભૂકંપની તીવ્રતા 6.6ની નોંધાઈ હતી. જેનું કેન્દ્ર જમીનથી 56 કિલોમીટરની ઊંડાઈ પર હતું. જો કે આ દરમિયાન કોઈ નુકસાન થયાંની માહિતી મળી નથી. અહીં શનિવારે 7.6ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપમાં એક સગર્ભા મહિલાનું મૃત્યુ થયું હતું અને અનેક લોકો ઘાયલ થયા હતા. હકીકતમાં, સુનામીની ચેતવણી બાદ હજારો લોકો ગભરાઈને પોતાના ઘરની બહાર નીકળી ગયા હતા. આ દરમિયાન મહિલા તેના પરિવાર સાથે દિવાલ સાથે અથડાઈ હતી.

મિંડાનાઓ ટાપુના દરિયાકિનારે ભૂકંપ અને આફ્ટરશોક્સ

US જીઓલોજિકલ સર્વે અનુસાર, મિંડાનાઓ ટાપુના દરિયાકિનારે 32 કિમીની ઊંડાઈએ આવેલા ભૂકંપની તીવ્રતા 7.6 માપવામાં આવી હતી. આ પછી રવિવારે કેટલાક કલાકો દરમિયાન 6.0થી વધુની તીવ્રતાના ચાર મોટા આફ્ટરશોક્સ આવ્યા હતા. ત્યારબાદ સમગ્ર પ્રશાંત ક્ષેત્રમાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી. મિંડાનાઓના પૂર્વ કિનારે રહેવાસીઓએ ઇમારતો તેમજ હોસ્પિટલ ખાલી કરી હતી.

US સુનામી ચેતવણી પ્રણાલીએ શરૂઆતમાં ફિલિપાઈન્સના દરિયાકાંઠાના ભાગોમાં ત્રણ મીટર (10 ફૂટ) સુધીના મોજાની આગાહી કરી હતી, પરંતુ બાદમાં જાહેર કર્યું હતું કે, સુનામીનો કોઈ ખતરો નથી. નિવેદનમાં કહેવામાં આવ્યું કે, તમામ ઉપલબ્ધ ડેટાના આધારે ભૂકંપથી સુનામીનો ખતરો હવે દૂર થઈ ગયો છે. એક મીટર (3.2 ફૂટ) સુધીના સુનામીના મોજા જાપાનના દક્ષિણપશ્ચિમ કિનારે ત્રાટકે તેવી ધારણા હતી.

આ પણ જુઓ :Big Breaking : દક્ષિણ ફિલિપાઈન્સમાં 7.5ની તીવ્રતા ભૂકંપ અનુભવાયો

Back to top button