ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023: ભાજપ 107 બેઠકો સાથે આગળ

Text To Speech
  • રાજસ્થાનમાં મત ગણતરી શરૂ થયાના સાડા ત્રણ કલાક બાદ ભાજપ 107 બેઠકો સાથે આગળ છે
  • 1862 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023, 3 ડિસેમ્બર:  રાજસ્થાનની 199 વિધાનસભા સીટો માટે કુલ 1862 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીની મતગણતરીના સાડા ત્રણ કલાકમાં ભારતીય જનતા પાર્ટી (BJP) 100 સીટો પર અને કોંગ્રેસ 73 સીટો પર આગળ છે. રાજસ્થાનમાં 200માંથી 199 બેઠકો માટેની મતગણતરી આજે સવારે શરૂ થઈ હતી અને સવારે 11.30 વાગ્યા સુધીમાં 199 બેઠકો માટેના પ્રારંભિક વલણો જાહેર થઈ ગયા હતા. જેમાં ભાજપ 107 અને કોંગ્રેસ 73 સીટો પર આગળ છે.

ભાજપના કાર્યકરોએ ઉજવણી કરી.

રાજસ્થાનમાં ભાજપ 101 બેઠકોથી આગળ છે, જેને જોતા ભાજપના કાર્યકર્તાઓએ ભાજપ કાર્યાલયની બહાર ઉજવણી કરી હતી.

સચિન પાયલોટ ટોંક વિધાનસભા સીટ પર પાછળ

કોંગ્રેસ નેતા સચિન પાયલટ પોતાની સીટ ટોંકથી પાછળ ચાલી રહ્યા છે. ટોંકને સચિન પાયલોટ માટે સુરક્ષિત બેઠક માનવામાં આવે છે. પરંતુ આ વખતે ચિત્ર બદલાતું જોઈ  શકાય છે. કોંગ્રેસ અધ્યક્ષ પણ પોતાની સીટ પરથી પાછળ છે.

આ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 3-0થી જીતશેઃ જયવીર શેરગીલ

રાજસ્થાનમાં ભાજપની લીડ પર પાર્ટીના નેતા જયવીર શેરગિલ કહે છે, આ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 3-0થી જીતશે. પાર્ટીનો વિજય રથ મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં આવશે. જો આ વખતે નહીં તો ભાજપ આગામી વખતે તેલંગાણા રાજ્યમાં પોતાનો ધ્વજ લહેરાવશે.

રાજસ્થાન ભાજપ અધ્યક્ષે બહુમતી વલણો પર શું કહ્યું?

જયપુરમાં રાજસ્થાન ભાજપના અધ્યક્ષ સી.પી. જોશીએ કહ્યું, હતું કે, આ લીડ વધતી રહેશે. અમે 135થી વધુ સીટો જીતીશું.

આ પણ વાંચો, ચૂંટણીના પરિણામ બાદ 6 ડિસેમ્બરે I.N.D.I. ગઠબંધનની બેઠક યોજાશે

Back to top button