ગુજરાતના આ વિસ્તારમાં માવઠાથી મોટા પાયે ખેડૂતોને નુકસાન થયું
- દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે ચિંતાના સમાચાર સામે આવ્યા
- વધુ એકવાર રાજ્યમાં કમોસમી વરસાદનો રાઉન્ડ શરૂ થયો
- રવિ પાકમાં મોટી નુકસાનીની ચિંતા ધરતીપુત્રોને સતાવી રહી છે
ગુજરાતના વિવિધ વિસ્તારમાં માવઠાથી મોટા પાયે ખેડૂતોને નુકસાન થયું છે. દક્ષિણ ગુજરાતમાં ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. તેમજ બારડોલી-વલસાડમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં માવઠાની અસર દેખાઇ છે.
આ પણ વાંચો: અમદાવાદ શહેર અને જિલ્લામાં પ્રોપર્ટીના દસ્તાવેજની આવક જાણી રહેશો દંગ
દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે ચિંતાના સમાચાર સામે આવ્યા
વરસાદ વરસતા ખેતીના પાકમાં મોટા નુકસાનની ભીતિ છે. તથા ખેડૂતોને પાક પલળી જતાં નુકસાન થાય તેવો ભય છે. દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે ચિંતાના સમાચાર સામે આવ્યા છે. અહીં તાપી, વલસાડ અને બારડોલી જેવા વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હોવાની જાણકારી સામે આવી છે. મહત્વનું છે કે 3-4 ડિસેમ્બરના રોજ ગુજરાતના અમુક ભાગોમાં જેમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેના પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
આ પણ વાંચો: ગુજરાત માવઠાને લઈ ખેડૂતોમાં ચિંતાનો માહોલ, જાણો કયા ખબક્યો વરસાદ
વધુ એકવાર રાજ્યમાં કમોસમી વરસાદનો રાઉન્ડ શરૂ થયો
કમોસમી માવઠાના પગલે તુવેર, શાકભાજી જેવા ખેતીના પાકો અને અન્ય જણસો તેમજ રવિ પાકમાં મોટી નુકસાનીની ચિંતા ધરતીપુત્રોને સતાવી રહી છે. હજુ તો ગયા માવઠાની નુકસાનીનો સરવે ચાલુ થયો છે તેમજ તેના નુકસાનીનું વળતર મળવાનું બાકી છે. મોટા પાયે ખેડૂતોને નુકસાન થયું હોવાની જાણકારી સામે આવી છે ત્યારે વધુ એક માવઠાના આગમનથી દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં ફફડાટ વધ્યો છે અને તેમને પાકમાં મોટા નુકસાનની ચિંતા સતાવી રહી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં IPSની પત્નીના આપઘાત કેસમાં નવો ઘટસ્ફોટ થયો
હાલમાં ખાસ કરીને ચણા, તુવેર, રાયડો, કપાસ, મગફળી, એરંડા જેવા પાકોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. મહત્વનું છે કે ગુજરાતના અમુક વિસ્તારોમાં માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. જેના પગલે ખેડૂતોમાં પહેલાથી જ ચિંતાનો માહોલ હતો. ત્યારે અચાનક વધુ એકવાર વરસાદે આસમાનમાંથી દેખા દેતા જગતનો તાત મૂંઝાઈ ગયો છે. ટૂંકાગાળામાં જ કુદરતના બેવડા પ્રહારથી ચિંતાગ્રસ્ત બનેલા ખેડૂતને હવે માત્ર સરકારનો સહારો હોય તેવું લાગી રહ્યું છે.