સોશિયલ મીડિયા પર માત્ર મનોરંજન માટે કરવામાં આવેલી કોમેન્ટની અસર દુનિયાના સૌથી ધનિક બિઝનેસમેન ઈલોન મસ્કના બિઝનેસ પર થવા લાગી છે. તાજેતરનો કેસ X પર જાહેરાત સાથે સંબંધિત છે. ઘણી મોટી કંપનીઓને અનુસરીને વોલમાર્ટે પણ શુક્રવારે કહ્યું હતું કે તે હવે એલોન મસ્કની માલિકીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર જાહેરાત કરશે નહીં. એક નિવેદનમાં, વોલમાર્ટના પ્રવક્તાએ લખ્યું હતું કે,અમે હવે X પર જાહેરાત કરતા નથી. અમે અમારા ગ્રાહકો સુધી વધુ સારી રીતે પહોંચવા માટે અન્ય પ્લેટફોર્મની શોધ કરી છે.
શું છે સમગ્ર મામલો?
મળતી માહિતી મુજબ, સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે યહૂદી લોકો ગોરા લોકો વિરુદ્ધ નફરત ફેલાવી રહ્યા છે. આ ટ્વીટને સમર્થન આપતા ઈલોન મસ્કે તેને ‘એકદમ સાચું’ ગણાવ્યું હતું. આ આખો એપિસોડ અહીંથી શરૂ થયો હતો. વોલમાર્ટ દ્વારા એક્સમાંથી જાહેરાતો પાછી ખેંચી લેવા અંગેની જાણ કરનાર ન્યૂઝ એજન્સી રોઈટર્સ પ્રથમ હતી. ઇઝરાયેલ-હમાસ યુદ્ધ દરમિયાન મસ્કના વલણને પગલે એક મહિનામાં ઘણી મોટી બ્રાન્ડ્સે એક્સમાંથી તેમની જાહેરાતો પાછી ખેંચી લીધી છે.
વ્હાઇટ હાઉસે પણ મસ્કની ટીકા કરી હતી
બ્લૂમબર્ગના એક અહેવાલમાં જણાવાયું છે કે યહૂદીઓએ શ્વેત લોકો સામે દ્વેષપૂર્ણ ટ્વીટ્સને સમર્થન આપ્યા પછી Apple અને ડિઝનીએ X પર તેમની જાહેરાત અટકાવી દીધી હતી. વ્હાઇટ હાઉસે પણ મસ્કની ટીકા કરતું નિવેદન બહાર પાડ્યું હતું. વ્હાઇટ હાઉસે કહ્યું છે કે મસ્કનો જવાબ અસ્વીકાર્ય છે અને યહૂદી સમુદાયને જોખમમાં મૂકે છે.