ઉત્તર ગુજરાત

ડીસામાં હજારો લોકોને ઘર આંગણે સરકારી યોજનાના કાર્ડ અને આરોગ્યની સેવાઓ મળી

Text To Speech

ડીસા, 2 ડિસેમ્બર 2023, શહેરના વોર્ડ નંબર 2 ખાતે આજે સેવા કેમ્પનું આયોજન કરાયું હતું. સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને સારવાર ઘર આંગણે જ મળી રહે તે માટે યોજાયેલ આ કેમ્પમાં હજારો લોકોએ લાભ લીધો હતો.સરકારની વિવિધ યોજનાઓની માહિતી, કાર્ડ તેમજ આરોગ્યની સેવાઓ લોકોને ઘર આંગણે જ મળી રહે તે માટે આજે ડીસામાં વોર્ડ નંબર 2 માં આવેલ સ્નેહકુંજ સોસાયટી ખાતે આજરોજ નગર પાલિકાના ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોર દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી સહિત આગેવાનો ઉપસ્થિત રહીને દિપ પ્રાગટ્ય કરીને સેવા કેમ્પનો શુભારંભ કર્યો હતો.

લાભાર્થીઓએ સેવા કેમ્પનો લાભ લીધો
શહેરજનોને સરકારની વિવિધ યોજનાઓના કાર્ડ, સારવાર સહિત સેવાઓ એકજ જગ્યાએથી ઉપલબ્ધ થાય તે હેતુથી યોજાયેલ આ સેવાકેમ્પમાં લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ સહિત આભા કાર્ડ અને નવા ચૂંટણી કાર્ડ સ્થળ પર જ આપવામાં આવ્યા હતા. આ સિવાય આરોગ્ય વિભાગ દ્વારા જરૂરિયતમંદોને મેડીકલ ચેકઅપ કરી દવાઓ પુરી પાડવામાં આવી હતી. સેવા કેમ્પમાં સ્નેહકુંજ સોસાયટી, નવજીવન સોસાયટી, ગુલબાણી નગર, બેકરી કુવા વિસ્તાર સહિત અનેક વિસ્તારોમાં આવેલ હજારો લાભાર્થીઓએ સેવા કેમ્પનો લાભ લીધો હતો.

આ પણ વાંચોઃ છેલ્લા બાર વર્ષથી નાસતા ફરતા રાજસ્થાનના આરોપીને બનાસકાંઠા પોલીસે ઝડપ્યો

Back to top button