ટ્રેન્ડિંગધર્મ

ઘરમાં ખુશીઓ લાવે છે લાફિંગ બુદ્ધાઃ જાતે ખરીદી શકાય?

  • કોઈ પણ તોડ ફોડ કર્યા વગર વાસ્તુદોષને દુર કરવા માટે ચીની વાસ્તુશાસ્ત્ર ફેંગશુઈમાં કેટલીક વસ્તુઓ રાખવાનું ચલણ પ્રચલિત છે. જેને તમારા ઘર કે કાર્યાલયમાં લગાવીને તમે સરળતાપુર્વક નકારાત્મક ઉર્જાથી છુટકારો મેળવી શકો છો.

ઘરમાં કે ઓફિસમાં વાસ્તુ દોષ હોય તો અમુક પ્રકારની નેગેટિવીટી આવે છે, પરંતુ દર વખતે વાસ્તુ પ્રમાણે ઇન્ટિરિયર કદાચ શક્ય હોતુ નથી. હા નવું ઘર બનાવતી વખતે વાસ્તુનું ધ્યાન રાખવામાં આવે તો તે શક્ય છે, પરંતુ ઘર બની ગયા પછી તેમાં તોડફોડ હંમેશા શક્ય હોતી નથી. કોઈ પણ તોડ ફોડ કર્યા વગર વાસ્તુદોષને દુર કરવા માટે ચીની વાસ્તુશાસ્ત્ર ફેંગશુઈમાં કેટલીક વસ્તુઓ રાખવાનું ચલણ પ્રચલિત છે. જેને તમારા ઘર કે કાર્યાલયમાં લગાવીને તમે સરળતાપુર્વક નકારાત્મક ઉર્જાથી છુટકારો મેળવી શકો છો.

બાગ્વા દર્પણ, થ્રી લેગ્ડ ફ્રોગ, યિન-યાંગ, સ્ટોન પ્લાન્ટ, એજ્યુકેશન ટાવર, ગોલ્ડન બોટ, ઈચ્છા પૂર્ણ કરતી ગાય, ત્રણ ચાઈનીઝ દેવતાની મૂર્તિ વગેરે આવી ઘણી વસ્તુઓ છે જેનો ઉપયોગ ઘર કે ઓફિસની સકારાત્મક ઉર્જા વધારવા માટે કરી શકાય છે. તેવી જ રીતે, લાફિંગ બુદ્ધા પણ વાસ્તુ અને ફેંગશુઈ નિષ્ણાતો દ્વારા સુચવવામાં આવેલો ઉપચાર છે, જેના દ્વારા વ્યક્તિ પરિવારમાં સરળતાથી ખુશીઓ લાવી શકે છે.

ઘરમાં ખુશીઓ લાવે છે લાફિંગ બુદ્ધાઃ પોતાના માટે ખરીદવું પણ શુભ hum dekhenge news

જાણો લાફિંગ બુદ્ધાનું શું છે મહત્ત્વ

ફેંગશુઈ અનુસાર, લાફિંગ બુદ્ધાનું મોટું પેટ પરિવારના સભ્યોના દુ:ખને અંદર સમાવી લે છે અને સુખ પ્રદાન કરે છે. લાફિંગ બુદ્ધાની પ્રતિમા ડ્રોઈંગ રૂમ અને લોબીમાં મુખ્ય દ્વાર તરફ મુખ રહે તે રીતે મૂકવામાં આવે છે. લાફિંગ બુદ્ધા ઘરમાં આવતી ઉર્જાને નમસ્કાર કરે છે જેના કારણે આ ઉર્જા સક્રિય બને છે અને સુખ-સમૃદ્ધિનું માધ્યમ બને છે અને ઘરમાં ખુશીઓ લાવે છે. ચીનની માન્યતા અનુસાર, લાફિંગ બુદ્ધાની મૂર્તિની પૂજા કરવાની જરૂર નથી, ફક્ત તેને તમારા ઘરમાં રાખવાથી સફળતા, સંપન્નતા, ઐશ્વર્ય અને આર્થિક સમૃદ્ધિ આવે છે. લાફિંગ બુદ્ધાને મુખ્ય દરવાજાની સામે સ્થાપિત કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.જો કોઈ કારણોસર તમે લાફિંગ બુદ્ધાને મુખ્ય દરવાજાની સામે ન રાખી શકો તો તેને આગળના ખૂણામાં જગ્યા બનાવીને ટેબલ પર રાખી શકાય છે. બસ એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે લાફિંગ બુદ્ધાને બેડરૂમ કે ડાઈનિંગ રૂમમાં ન રાખો.

ઘરમાં ખુશીઓ લાવે છે લાફિંગ બુદ્ધાઃ પોતાના માટે ખરીદવું પણ શુભ hum dekhenge news

 

લાફિંગ બુદ્ધા એક, મુદ્રાઓ અનેક

લાફિંગ બુદ્ધાની અનેક પ્રકારની મુદ્રાઓ છે. જેના અનુસાર તેનું વર્ગીકરણ પણ કરવામાં આવે છે. જેમ કે લાફિંગ બુદ્ધા, પૈસાની પોટલી વાળો બુદ્ધા, વંશવૃદ્ધિ માટે બાળકોની સાથે લાફિંગ બુદ્ધા, સુતેલા લાફિંગ બુદ્ધા, બંને હાથ ઉપર ઉઠાવેલા લાફિંગ બુદ્ધા, નૌકા વિહાર કરતા લાફિંગ બુદ્ધા, સિક્કા અને હાથ પંખા સાથેના લાફિંગ બુદ્ધા. લોકો પોતાની સમસ્યા અનુસાર તેની પસંદગી કરી શકે છે.

લાફિંગ બુદ્ધા અંગે ગેરમાન્યતાઓ

લાફિંગ બુદ્ધા વિશે એવી ગેરમાન્યતાઓ છે કે તેને ન ખરીદવી જોઈએ, જો તેને ભેટ તરીકે આપવામાં આવે તો તે વધુ સારું છે, પરંતુ એવું નથી. ખુદ માટે લાફિંગ બુદ્ધાની મુર્તિ ખરીદવી પણ શુભ જ ગણાય છે. કોઈ તમને ભેટ આપે, કે તમે ખરીદો બંને સરખુ જ પરિણામ આપે છે. જો કોઈ તમને લાફિંગ બુદ્ધા ભેટમાં આપે છે તો તેનો અર્થ એ છે કે બીજી વ્યક્તિ તમારા જીવનમાં ખુશીઓ ભેટમાં આપી રહી છે.

આ પણ વાંચોઃ સવારે ઉઠતાની સાથે જ થાય છે માથાનો દુખાવો? જાણો લક્ષણો અને ઉપાય

Back to top button