ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

જાપાનના પૂર્વ PM શિંજો આબે પર હુમલો, ભાષણ દરમિયાન ગોળી મારવામાં આવી

Text To Speech

જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંજો આબે પર મોટો હુમલો થયો છે. અહેવાલ છે કે આબેને ભાષણની વચ્ચે ગોળી વાગી હતી. જે બાદ તે ત્યાં પડી ગયા હતા. NHKના રિપોર્ટ અનુસાર, જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંજો આબે પર હુમલો નારા શહેરમાં થયો હતો. ગોળી માર્યા બાદ શિન્ઝો આબે લોહી નીકળ્યું હતું અને નીચે પડી ગયા હતા. જે બાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

એક સ્થાનિક રિપોર્ટરને ટાંકીને આ માહિતી સામે આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે શિન્ઝો આબે પર આ હુમલો સવારે લગભગ સાડા અગિયાર વાગ્યે થયો હતો. હુમલા બાદ પોલીસે એક શકમંદને પણ કસ્ટડીમાં લીધો છે. હાલમાં એ જાણી શકાયું નથી કે શિન્ઝો આબેની હાલત નાજુક છે કે પછી તેઓ ખતરાની બહાર છે.

સંદિગ્ધની પૂછપરછ  શરૂ
તમને જણાવી દઈએ કે જાપાન વિશ્વના એવા દેશોમાંથી એક છે જેને સૌથી સુરક્ષિત માનવામાં આવે છે. પરંતુ આ દેશના પૂર્વ વડાપ્રધાન પર થયેલા હુમલાએ બધાને ચોંકાવી દીધા છે. આ ઘટનાને લઈને પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે. સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું છે કે જે શંકાસ્પદને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

પશ્ચિમ જાપાનના નારા શહેરમાં શિંજો આબેની આ એક નાનકડી સભા હતી. જેમાં 100 જેટલા લોકો સામેલ થયા હતા. જ્યારે આબે ભાષણ આપવા આવ્યા ત્યારે એક હુમલાખોરે પાછળથી ફાયરિંગ કર્યું. જે બાદ આબે નીચે પડી ગયા હતા.

 

સૌથી લાંબા સમય સુધી રહ્યાં PM
શિંજો આબે જાપાનના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર વડાપ્રધાન પદે રહ્યાં છે. શિંજો પ્રથમ વખત 2006માં જાપાનના વડાપ્રધાન બન્યા હતા. આ પછી વર્ષ 2007માં તેમને બીમારીના કારણે પદ પરથી રાજીનામું આપી દીધું. પરંતુ વર્ષ 2012માં તેઓ ફરીથી જાપાનના PM બન્યા અને 2020 સુધી આ પદ પર રહ્યા. ફરી એકવખત બીમારીના કારણે તેમણે પોતાનું પદ છોડી દીધું હતું. આ દરમિયાન તેમને કહ્યું હતું કે, ” હું નથી ઈચ્છતો કે તેની બીમારી તેના નિર્ણય લેવામાં અવરોધ ઉભો કરે.” આબેએ પોતાનો કાર્યકાળ પૂરો ન કરવા બદલ જાપાનની જનતાની માફી માંગી હતી. આબે ઘણા વર્ષોથી અલ્ઝાઈમર કોલાઈટિસથી પીડિત હતા. જે બાદ તેમની તબિયત વધુ બગડતાં તેમણે પદ છોડી દીધું હતું. તેમના સ્થાને યોશિહિદે સુગા નવા PM બન્યા.

Back to top button