ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

છત્તીસગઢમાં CRPFના જવાનો ઉપર નક્સલી હુમલો, બે જવાન ઘાયલ

Text To Speech
  • દંતેવાડાના IED બ્લાસ્ટમાં CRPFના બે જવાન થયાં ઘાયલ
  • નક્સલવાદીઓના બેનરો અને પોસ્ટરો હટાવતી વખતે થયો બ્લાસ્ટ

છત્તીસગઢ, 2 નવેમ્બર : છત્તીસગઢના દંતેવાડામાં બરસૂર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નક્સલવાદીઓ દ્વારા લગાવવામાં આવેલા બેનર પોસ્ટરને હટાવતી વખતે થયેલા IED બ્લાસ્ટમાં બે CRPF જવાનો ઘાયલ થયા હતા. ઘાયલ જવાનોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. તે જ સમયે, સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

મળતી માહિતી મુજબ, બીજાપુરથી CRPF 195 બટાલિયનના જવાનો બરસૂર પલ્લી રોડના સાતધાર 195 બટાલિયન બ્રિજ પાસે બેનર પોસ્ટર હટાવી રહ્યા હતા, ત્યારે સવારે લગભગ 9 વાગ્યે IED બ્લાસ્ટ થયો હતો આ ઘટનામાં CRPFના બે જવાન ઘાયલ થયા છે.

નક્સલવાદી ગતિવિધિઓ ચાલી રહી હોવાની માહિતી

ઘટનાની પુષ્ટિ કરતા CRPF અધિકારીઓએ જણાવ્યું કે, સવારે સૈનિકોને સુદાર તુલાર ગુફા તરફ નક્સલવાદી ગતિવિધિઓ ચાલી રહી હોવાની માહિતી મળી હતી. શોધખોળ કરતી વખતે, સૈનિકોને શંકાસ્પદ સ્થિતિમાં બોમ્બ ધરાવતા કેટલાક પેકેટ મળ્યા; તેને નિષ્ક્રિય કરવાનો પ્રયાસ કરતી વખતે, IED વિસ્ફોટ થયો. જેના કારણે બે જવાનો ઘાયલ થયા હતા. હાલમાં કહેવામાં આવી રહ્યું છે કે ઘાયલોને રાયપુર રિફર કરવામાં આવશે.

આ પણ જાણો :રશિયા યુક્રેન પર કરશે ભારે હુમલો, 22 લાખ રશિયન સૈનિકો તૈયાર

Back to top button