ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિલ્હી: DUની કોલેજોમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે શિક્ષણ મંત્રી આતિશીએ કેન્દ્રને લખ્યો પત્ર

  • DUની 12 કોલેજોમાં ચાલી રહ્યો છે ભ્રષ્ટાચાર, દિલ્હીના શિક્ષણ મંત્રી આતિશીએ કેન્દ્રને લખ્યો પત્ર
  • દિલ્હીના શિક્ષણ મંત્રી આતિશીએ DU સાથે જોડાયેલી અને દિલ્હી સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતી 12 કોલેજોની કામગીરી પર ગંભીર ચિંતા વ્યક્ત કરી 

નવી દિલ્હી, 2 ડિસેમ્બર: દિલ્હીના શિક્ષણ મંત્રી આતિશીએ દિલ્હી યુનિવર્સિટીની 12 કોલેજોમાં ભ્રષ્ટાચાર મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે. આ માટે તેમણે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને પત્ર લખ્યો છે. પત્રમાં આતિશીએ આ કોલેજોમાં ચાલી રહેલી ગેરરીતિઓને દૂર કરવા અને કોલેજોની જવાબદારી સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. દિલ્હીના શિક્ષણ મંત્રીએ પત્રમાં કહ્યું છે કે, આ 12 કોલેજોને કેન્દ્ર સરકાર પોતે ચલાવે અથવા અમને ચલાવવા દો.

આતિશીએ દિલ્હી સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ આ 12 કોલેજોમાં ચાલી રહેલી ગેરરીતિઓને દૂર કરવા અને કોલેજોની જવાબદારી સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. તેમણે કોલેજોની કામગીરી અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. આતિશીએ પત્રમાં આ કોલેજોના કામકાજમાં ઘણી ગેરરીતિઓ અને ખામીઓ વિશે જણાવ્યું છે, કરદાતાઓના કરોડો રૂપિયા વેડફાઈ રહ્યા છે.

આતિશીએ અનિયમિતતા અંગે ચિંતા વ્યક્ત કરી

આતિશીએ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, આ મુદ્દાઓ આ સંસ્થાઓમાં થતી મોટી ગેરરીતિઓને દર્શાવે છે. આ કોલેજો દિલ્હી યુનિવર્સિટી સાથે જોડાયેલી છે અને દિલ્હી સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે. આવી સ્થિતિમાં યુનિવર્સિટી અને એનસીટી દિલ્હી સરકારના ઉચ્ચ શિક્ષણ નિર્દેશાલય બંને તરફથી આ કોલેજોમાં પર્યાપ્ત દેખરેખનો અભાવ છે, જેના કારણે આ કોલેજોની બંને પ્રત્યે કોઈ જવાબદારી નથી.

આતિશીએ કેન્દ્ર સરકારને આ બે સૂચનો આપ્યા હતા

આતિશીએ અનિયમિતતા દૂર કરવા અને કોલેજોની જવાબદારી સુનિશ્ચિત કરવા માટે કેન્દ્રીય શિક્ષણ પ્રધાનને બે સૂચનો આપ્યા હતા. પહેલું સૂચન એ છે કે કેન્દ્ર સરકારે આ 12 કોલેજોની માન્યતા પાછી ખેંચી લેવી જોઈએ અને તેમને આંબેડકર યુનિવર્સિટી અથવા દિલ્હી સ્કિલ એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ યુનિવર્સિટીના કેમ્પસ તરીકે નિયુક્ત કરવી જોઈએ. તેમજ બીજું સૂચન એ છે કે, જો કોલેજોએ દિલ્હી યુનિવર્સિટી સાથે જોડાણ રાખવું હોય તો ભારત સરકારે તેમના ભંડોળની સંપૂર્ણ જવાબદારી લેવી જોઈએ.

આતિશીએ તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરી હતી

આતિશીએ કહ્યું કે, આ કોલેજોમાં ભણતા વિદ્યાર્થીઓનું શિક્ષણ હાલમાં દિલ્હી સરકારની પ્રાથમિકતા છે. આવી સ્થિતિમાં પ્રથમ વિકલ્પ સાથે, દિલ્હી સરકાર આ કોલેજોની સંપૂર્ણ જવાબદારી લેવા માંગે છે. આ 12 કોલેજોના પ્રશ્નનું તાત્કાલિક નિરાકરણ જરૂરી છે. આ નાણાકીય વર્ષમાં સમસ્યાના ઉકેલ માટે જરૂરી પગલાં લેવા જોઈએ.

આ પણ વાંચો, CBIએ કથિત લાંચના અલગ-અલગ કેસમાં બે રેલવે અધિકારીઓ સહિત પાંચની કરી ધરપકડ

Back to top button