ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસાયન્સ એન્ડ ટેકનોલોજી

આદિત્ય L-1 મિશનને લઈને મોટું અપડેટ, ખાસ પેલૉડ ડિવાઈસ એક્ટિવ થયું

Text To Speech

બેંગલુરુ, 2 ડિસેમ્બર: ISROના આદિત્ય એલ-1 મિશનને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. ઈસરોએ ટ્વિટ કર્યું કે આદિત્ય એલ-1નું સોલર વિન્ડ આયન સ્પેક્ટ્રોમીટર (SWIS), આદિત્ય સોલર વિન્ડ પાર્ટિકલ એક્સપેરીમેન્ટ (ASPEX) પેલોડનું બીજું ડિવાઈસ કાર્યરત છે. SWISએ લૉ એનર્જી સ્પેક્ટ્રોમીટર છે, જેની મદદથી સૂર્યના હવામાં હાજર પ્રોટોન અને આલ્ફા કણોને માપવામાં આવશે.

આદિત્ય સોલર વિન્ડ પાર્ટિકલ એક્સપેરીમેન્ટ (ASPEX)માં બે સબ-પેલૉડ છે. પ્રથમ SWIS એટલે કે સોલર વિન્ડ આયન સ્પેક્ટ્રોમીટર જે ઓછી ઉર્જાનું સ્પેક્ટ્રોમીટર છે તે હવે કાર્યરત છે. તેનું બીજું પેટા-પેલોડ્સ સુપરથર્મ અને એનર્જેટિક પાર્ટિકલ સ્પેક્ટ્રોમીટર (STEPS) છે. તે સૌર પવનોમાં આવતા ઉચ્ચ ઉર્જા આયનોનો અભ્યાસ કરશે.

આ મિશન 2 સપ્ટેમ્બરે લૉન્ચ કરાયું

આદિત્ય L-1 મિશનને ભારતીય અવકાશ એજન્સી ISRO દ્વારા આ વર્ષે 2 સપ્ટેમ્બરે લોન્ચ કરાયું હતું. આદિત્ય એલ-1 સૂર્ય પર ઉતરશે નહીં. તે L1 એટલે કે Lagrange Point 1 પર જશે, જે પૃથ્વીથી 15 લાખ કિલોમીટર દૂર સ્થિત છે. આ બિંદુથી સૂર્યનું અંતર 14.85 કિમી છે. આ બિંદુથી આદિત્ય એલ-1 સૂર્યનો અભ્યાસ કરશે. ખાસ વાત એ છે કે, ઈસરોનું આ મિશન લગભગ 4 મહિનામાં પૂરું થશે.

આદિત્ય L-1 માં પેલોડ્સ શું છે?

આ મિશનમાં ISRO પાસે ઘણા પેલોડ્સ છે. આમાં આદિત્ય (PAPA), વિઝિબલ લાઇન એમિશન કોરોનોગ્રાફ (VELC), સોલર અલ્ટ્રાવાયોલેટ ઇમેજિંગ ટેલિસ્કોપ (SUIT), સોલર લૉ એનર્જી એક્સ-રે સ્પેક્ટ્રોમીટર (SoLEXS), હાઇ એનર્જી L1 ઓર્બિટીંગ એક્સ-રે સ્પેક્ટ્રોમીટર (HEL10S), પ્લાઝમા એનાલિસ્ટ પેકેજ તેમજ આદિત્ય સોલાર વિન્ડ પાર્ટિકલ એક્સપેરિમેન્ટ (ASPEX) અને એડવાન્સ ટ્રાઇ-એક્સિયલ હાઇ રિઝોલ્યુશન ડિજિટલ મેગ્નેટોમીટર્સ (MAG) સામેલ છે.

આ પણ વાંચો: અંતરિક્ષમાંથી વધુ એક સારા સમાચાર, સૂર્યની નજીક પહોંચ્યું આદિત્ય L1

Back to top button