ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

તમિલનાડુમાં ED અધિકારી 20 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો, ધરપકડ

  • ED અધિકારી દ્વારા લાંચ લેવાના કેસના સંબંધમાં DVAC દ્વારા સબ-રિજનલ ED ઓફિસમાં તપાસ
  • DVACએ ED અધિકારી અંકિત તિવારીની રૂ. 20 લાખની લાંચ લેવાના આરોપમાં કરી ધરપકડ

ચેન્નાઈ,2 ડિસેમ્બર : ડિરેક્ટોરેટ ઓફ વિજિલન્સ એન્ડ એન્ટી કરપ્શન (DVAC)એ તમિલનાડુમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ઓફિસમાંથી એક અધિકારીની ધરપકડ કરી છે. DVACએ ED અધિકારી અંકિત તિવારીની લાંચ લેવાના આરોપમાં ધરપકડ કરી છે. ED અધિકારી પર 20 લાખ રૂપિયાની લાંચ લેવાનો આરોપ છે. હવે DVAC દ્વારા મદુરાઈમાં સબ-રિજનલ ED ઓફિસમાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ EDના અધિકારીઓ લાંચ લેવાના કેસમાં પકડાઈ ચૂક્યા છે. તાજેતરમાં, એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ની ટીમે ED અધિકારીની પણ ધરપકડ કરી હતી. આ કેસમાં ACBએ ફરિયાદી પાસેથી 15 લાખની લાંચ લેતા EDના અધિકારીની ધરપકડ કરી હતી.

 

ED અધિકારી પર 20 લાખની લાંચ લેવાનો આરોપ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના એક અધિકારીની સરકારી કર્મચારી પાસેથી 20 લાખ રૂપિયાની લાંચ લેવા બદલ ધરપકડ કરવામાં આવી છે. આ જાણકારી શુક્રવારે ડિરેક્ટોરેટ ઓફ વિજિલન્સ એન્ડ એન્ટી કરપ્શન (DVAC) દ્વારા આપવામાં આવી હતી. હકીકતમાં, ડિંડીગુલમાં અટકાયતમાં લીધા બાદ DVAC અધિકારીઓની એક ટીમે મદુરાઈમાં સબ-રિજનલ ED ઓફિસમાં તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન રાજ્યના પોલીસકર્મીઓ કેન્દ્ર સરકારની ઓફિસની બહાર તૈનાત હતા. DVAC તરફથી સત્તાવાર રિલીઝમાં ધરપકડ કરાયેલા અધિકારીની ઓળખ અંકિત તિવારી તરીકે થઈ છે. તેઓ કેન્દ્ર સરકારના મદુરાઈ એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ ઓફિસમાં એન્ફોર્સમેન્ટ ઓફિસર તરીકે કામ કરે છે.

 

અગાઉ પણ લાંચના કેસમાં અધિકારીની ધરપકડ કરવામાં આવી હતી

 

આ પહેલા પણ, એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ની ટીમે મણિપુરમાં નિયુક્ત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અધિકારી અને તેના સહયોગીની ફરિયાદી પાસેથી 15 લાખ રૂપિયાની લાંચ લેવાના આરોપમાં રંગે હાથ ધરપકડ કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, આરોપી અધિકારી ચિટફંડ કેસમાં ધરપકડ ન કરવા બદલ આરોપી પાસેથી રૂપિયા 17 લાખની માંગ કરી રહ્યો હતો. ACBના નિવેદન અનુસાર, ધરપકડ કરાયેલા લોકોમાં EDની ઇમ્ફાલ ઓફિસના એન્ફોર્સમેન્ટ ઓફિસર (EO) નવલ કિશોર મીણા અને તેના સ્થાનિક સહયોગી બાબુલાલ મીણાનો સમાવેશ થાય છે. EDએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેણે નવલ કિશોરને સસ્પેન્ડ કરી દીધો છે તેમજ તેની અને અન્ય આરોપીઓ સામે મની લોન્ડરિંગની તપાસ શરૂ કરી છે.

આ પણ જુઓ :પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈન દ્વારા ED એ રજૂ કરેલા દસ્તાવેજોની ચકાસણી કરવા અરજી, 30 નવેમ્બરે સુનાવણી

Back to top button