ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી પાંચ મેચોની શ્રેણીની ચોથી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 20 રને હરાવ્યું છે. આ જીત સાથે તેણે T20 શ્રેણીમાં 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી છે. રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં 01 ડિસેમ્બર (શુક્રવાર)ના રોજ રમાયેલી આ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 175 રનના લક્ષ્યનો પીછો કરતા સાત વિકેટે 154 રન જ બનાવી શકી હતી.
બિશ્નોઈ અને અક્ષર પટેલે તરખાટ મચાવ્યો
175 રનનો ટાર્ગેટનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ ખૂબ જ આક્રમક શરૂઆત કરી હતી અને માત્ર ત્રણ ઓવરમાં 40 રન બનાવી લીધા હતા. ટ્રેવિસ હેડે દીપક ચહરની એક ઓવરમાં 22 રન બનાવ્યા હતા. ભારતને પ્રથમ સફળતા રવિ બિશ્નોઈએ અપાવી હતી, જેણે જોશ ફિલિપને બોલ્ડ કર્યો હતો. આ પછી, અક્ષર પટેલની સ્પિનનો જાદુ કામ કરી ગયો અને તેણે વેડ, હાર્ડી અને મેકડર્મોટને પેવેલિયનમાં મોકલીને ઓસ્ટ્રેલિયાની હાલત ખરાબ કરી દીધી.
અક્ષરના 4 ઓવરમાં માત્ર 16 રન અને 3 વિકેટ
ત્યારપછી ઓસ્ટ્રેલિયન ટીમે ટિમ ડેવિડ અને મેથ્યુ શોર્ટની વિકેટ ગુમાવી હતી જેનાથી તેની તકો ખરાબ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાને છેલ્લી બે ઓવરમાં 40 રન બનાવવાના હતા, પરંતુ મેથ્યુ વેડ પાછલી મેચની જેમ અદભૂત કંઈ કરી શક્યો ન હતો. અક્ષર પટેલે ચાર ઓવરમાં માત્ર 16 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે દીપક ચાહરને બે અને રવિ બિશ્નોઈને એક સફળતા મળી હતી.
ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સની હાઇલાઇટ્સ: (154/7)
પહેલી વિકેટ: જોશ ફિલિપ (8) રવિ બિશ્નોઈ આઉટ, 40/1
બીજી વિકેટ: ટ્રેવિસ હેડ (31) અક્ષર પટેલ, 62/2
ત્રીજી વિકેટ: એરોન હાર્ડી (8) અક્ષર પટેલ, 52/3
ચોથી વિકેટ: બેન મેકડર્મોટ (19) અક્ષર પટેલ, 87/4
પાંચમી વિકેટ: ટિમ ડેવિડ (19) આઉટ દીપક ચહર, 107/5
છઠ્ઠી વિકેટ: મેથ્યુ શોર્ટ (22) આઉટ દીપક ચહર, 126/6
સાતમી વિકેટ: બેન દ્વારશુઈસ (1) અવેશ ખાન આઉટ, 133/7