ગુજરાતદક્ષિણ ગુજરાત

સુરતના ઉધનામાં મેટ્રોની કામગીરી દરમિયાન મહાકાય ક્રેન રિક્ષા પર પડી, જાનહાની ટળી

Text To Speech

સુરત, 1 ડિસેમ્બરઃ શહેરમાં મેટ્રોની કામગીરી દરમિયાન અવારનવાર દુર્ઘટનાઓ થતી રહે છે. શહેરના ઉધના દરવાજા વિસ્તારમાં ચાલી રહેલી મેટ્રો ટ્રેનની કામગીરી દરમિયાન લોખંડના સ્ટ્રક્ચરને ચડાવતી ક્રેન અચાનક પલટતાં રોડ પર પસાર થતી રિક્ષા પર પડી હતી. જેમાં રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

ક્રેન પલટી મારતા ડ્રાઈવર ક્રેનને મુકીને ફરાર થઈ ગયો
પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતના ઉધના દરવાજા ખાતે મેટ્રો રૂટમાં ચાલી રહેલી કામગીરી દરમિયાન લોખંડના સ્ટ્રકચરને ચડાવતી ક્રેન આખા સ્ટ્રક્ચર સાથે જમણી બાજુ પર પલટી હતી અને રોડ પરથી પસાર થતી રિક્ષા પર પડી હતી. જેમાં રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ ઘટનામાં રિક્ષા ચાલકનો આબાદ બચાવ થયો હતો. રિક્ષામાં કાપડનો જથ્થો હોવાથી કોઈ જાન હાની થઈ નહોતી. બીજી તરફ ક્રેન પલટી મારતા ડ્રાઈવર ક્રેનને મુકીને ફરાર થઈ ગયો હતો. તેની સાથે સાઈટ પર કામ કરી રહેલો સ્ટાફ પણ ભાગી ગયો હતો.

રિક્ષા ચાલક કાપડનો જથ્થો લઈને પાંડેસરા જતો હતો
જે રિક્ષા પર ક્રેન પડી હતી તે રિક્ષાનો ચાલક ઓડિસાનો રહેવાસી છે અને સરતના પરવત પાટીયા વિસ્તારમાં પરિવાર સાથે રહે છે. આ રિક્ષાચાલક કાપડનો જથ્થો લઈને પાંડેસરા તરફ જઈ રહ્યો હતો. તે ઉધના રોડ પરથી પસાર થતો હતો અને રિક્ષા પર અચાનક ક્રેન પડી હતી. રિક્ષામાં મોટાભાગે પેસેન્જર બેઠેલા હોય છે પરંતુ આ રિક્ષામાં કાપડનો જથ્થો હોવાથી ડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે અને સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.

આ પણ વાંચોઃ ગાંધીનગર ખાતે એનર્જી ટ્રાન્ઝિશન – રોડ ટ્રાવેલ્ડ એન્ડ ઓપોર્ચ્યુનિટીઝ અહેડ પર રાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સ

Back to top button